મુંબઇ: તાજેતરમાં મળેલ એક જાણકારી અનુસાર મુંબઇ અને મુંબઇ નજીક રહેલ કેટલાક સ્થળો પર હળવો વરસાદ પડ્યો હતો. વાતાવરણમાં આવેલ અચાનક પલટો જો મુંબઇગરાઓ અચંબિત થઇ ગયા હતા.
ઉલ્લેખનીય છે શિયાળાની શરૂઆત થઇ ચુકી છે ત્યારે વાતાવરણમાં વહેલી સવારે અને રાત્રે ગુલાબી ઠંડી અનુભવાય છે ત્યારે અચાનક બદલાયેલ વાતાવરણને કારણે મુંબઇના ઘાટકોપર પવઇ કાંજુર માર્ગ અંબરનાથ બદલાપુર નવી મુંબઇ અને પનવેલ સહિત સમગ્ર રાજ્યમાં હળવો વરસાદ નોંધાવા પામ્યો હતો.
આ વરસાદ હાલ માલદીવથી અરબી સમુદ્રના અગ્નિ વિસ્તાર સુધી હળવા દબાણનો મોટો પટ્ટો સર્જાયો છે.વળી તેની અસર કર્ણાટકથી મહારાષ્ટ્રના સમુદ્ર કિનારાના વિસ્તારોમાં પણ થઇ છે.પરિણામે મુંબઇ અને આજુબાજુના પરિસરમાં વાદળિયું વાતાવરણ સર્જાયું છે અને હળવી વર્ષા પણ થઇ છે.
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આવુ વાતાવરણ મુંબઇમા હજુ બે દિવસ સુધી રહેશે અને હજુ પણ મુંબઇના ઘણાખરા સ્થળે વરસાદ પડવાની સંભવના રહેલી છે.