મુંબઇમાં સ્કૂલ લેવલના ક્રિકેટર તનિષ્ક ગવતે હાલ ચર્ચામાં છે. 13 વર્ષના આ ક્રિકેટરે એક ઇનિંગમાં 1045 ફટકાર્યા. તેણે આ અવિશ્વસનીય ઇનિંગ સ્કૂલની ટીમો વચ્ચે રમાયેલી અંડર-14 નવી મુંબઇ શીલ્ડ આમંત્રણ ક્રિકેટ ટુર્નામેન્ટના સેમીફાઇનલમાં રમી હતી.
તનિષ્કની આ જાદુઇ બેટિંગે પ્રણવ ધાનવડેની ઇનિંગ યાદ આપાવી દીધી જ્યારે તેણે બે વર્ષ અગાઉ એક ઇનિંગમાં 1009 રન ફટકાર્યા હતા. ધનાવડેએ ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટ ભંડારી કપમાં આટલા રન ફટકાર્યા હતાં. ત્યારે પ્રણવે સ્કૂલ લેવલના ક્રિકેટમાં આટલી મોટી ઇનિંગ રમીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે ઓર્થર કોલિંસનો રેર્કોર્ડ તોડ્યો હતો જેણે 1899માં 628 રનની ઇનિંગ રમી હતી.
તનિષ્કે 1045 રનની ઇનિંગ રમીને એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તનિષ્કે નવી મુંબઇના કોપર ખૈરાન સ્થિત યશવંત ચ્વહાણ ઇંગ્લિશ સ્કૂલ તરફથી રમતાં બ દિવસીય મેચમાં આ રેકોર્ડ બનાવ્યો છે. તનિષ્કે પોતાની ઇનિંગમાં 515 બોલનો સામનો કરતાં 67 સિક્સર્સ અને 149 બાઉન્ડ્રી ફટકારી હતી.
તનિષ્કે સોમવાર અને મંગળવાર એમ બે દિવસમાં આ સ્કોર ઉભો કર્યો છે. મેચના પહેલા દિવસે તેણે 410 રન ફટકાર્યા હતા તનિષ્કની આ ઇનિંગના કારણે તેમની ટીમે કુલ 1324 રન બનાવ્યાં હતાં. તનિષ્ક હાલમાં આઠમાં ધોરણમાં ભણે છે.