મુંબઈ: મુંબઈના થાણે વિસ્તારમાં પણ એક કારમાં અચાનક આગ ફાટી નીકળતા જ કાર ચાલક સત્વરે બહાર નીકળી જતા જાનહાની ટળી હતી. થાણે વિસ્તારમાં વહેલી સવારે અચાનક આગ ભડકી ઉઠી હતી. જોકે કાર ચાલકને જાણ થતાં જ બહાર નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો છે.
મુંબઇની પોશ વિસ્તાર ગણાંતા થાણેમાં ગાડીમા લાગેલ આગને પગલે કોઇ જાનહાનિ થયાના સમાચારો પ્રાપ્ત થયા નહોતા. આ ઘટનાની પ્રાથમિક તપાસ હાથ ધરતા જાણવા મળ્યુ હતુ કે આ આગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે. આગના કારણે કાર સળગીને રાખ થઈ ગઈ હતી.