ભારત અને શ્રીલંકા વચ્ચેની સિરીઝની પ્રથમ વનડે ધર્મશાલામાં રમાઈ હતી. જેને શ્રીલંકાએ 7 વિકેટે જીતી લીધી. આ મેચમાં ધોનીને બાદ કરતા તમામ બેટ્સમેન ફ્લોપ રહ્યાં. મેચમાં ધોનીએ શાનદાર બેટિંગ કરવાની સાથે DRSને ફરી એકવાર ધોની રિવ્યૂ સિસ્ટમ સાબિત કરી દેખાડી હતી.
મેચમાં આ ઘટના 32.6માં જોવા મળી હતીજ્યારે જસપ્રિત બુમરાહને અમ્પાયરે LBW આઉટ આપ્યો હતો.
અમ્પાયરે બુમરાહને આઉટ આપતા જ નોન સ્ટ્રાઈકર અન્ડ પર ઉભા રહેલા ધોનીએ DRSનો ઈશારો કર્યો. ધોનીએ આ મામલે બુમરાહેને પૂછ્યા વગર જ અમ્પાયરને રિવ્યૂ લેવાની વાત કરી.
થર્ડ અમ્પાયરે જ્યારે ટીવી રિપ્લે જોયું તો બોલની ઈમ્પેક્ટ આઉટસાઈડ ઓફ સ્ટમ્પ હતી અને બોલ ઓફ સ્ટમ્પની બહાર જાતી દેખાતી હતી. જેને કારણે અમ્પાયરે પોતાના નિર્ણય બદલવો પડ્યો હતો.
ધોનીના ડીઆરએસ લેવાના કારણે બુમરાહ આઉટ થતા બચ્યો હતોઆ સમયે ભારતનો સ્કોર 33 ઓવરમાં 8 વિકેટના ભોગે 87 રન હતો. ત્યારે ધોની 40 અને બુમરાહ 0 રને રમી રહ્યાં હતા.