લેનોવોએ ગુરુવારે ભારતમાં Moto Z2 Force સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોન લગભગ 1 વર્ષ પછી ભારતમાં લોન્ચ થઇ રહ્યો છે. આ પહેલા આ સ્માર્ટફોન ગત વર્ષે અમેરિકા અને યૂરોપમાં લોન્ચ કરવામાં આવ્યો હતો આ સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત છે તેનો ડિસ્પ્લે..
કંપનીએ પોતાના પાછલા ફોર્સ સ્માર્ટફોનની જેમ જ નવા ફોનમાં પણ શેટરશીલ્ડ ટેક્નોલોજી સાથે શેટરપ્રૂફ ડિસ્પ્લે આપી છે. ડ્યુઅલ સિમ વાળા મોટો Z2 ફોર્સમાં 5.5 ઈંચ QuadHD POLED શેટરશીલ્ડ ડિસ્પલે છે. સ્ક્રીન બ્રેકેજ પર કંપની ચાર વર્ષની ગેરંટી આપે છે. સ્માર્ટફોનમાં પાણી તેમજ ધૂળના કણોથી સુરક્ષા માટે વોટર રિપૈલેંટ નેનો-કોટિંગ આપવામાં આવી છે.
Moro Z2 Forceને ભારતમાં 34999 રુપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ કિંમત સાથે ફોન માર્કેટમાં પહેલાથી ઉપલબ્ધ વનપ્લસ 5T શાઓમી Mi Mix2 અને નોકિયા 8ને ટક્કર આપશે.
આ ફોન માત્ર ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ હશે. આ સિવાય મોટો હબ સ્ટોર પર પણ ગુરુવારથી મળશે. સ્માર્ટફોન સાથે આવનારા ટર્બોપાવર પૈક મોટો મૉડની કિંમત 5999 રૂપિયા છે.ફોનમાં 4GB રેમ સાથે ક્વૉલકોમ સ્નેપડ્રેગન 835 પ્રોસેસર અને ગ્રાફિક્સ માટે 540GPU આપવામાં આવ્યું છે.
સ્માર્ટફોનમાં 12 મેગાપિક્સલના બે સોની IMX 386 સેન્સર છે જે અપાર્ચર f/2.0 સાથે આવે છે. ફોનમાં અપાર્ચર f/2.2 સાથે 85 ડિગ્રી વાઈડ-એંગલ લેન્સ અને એક ફ્લેશ મોડ્યુલ આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનમાં 64GB ઈનબિલ્ટ સ્ટોરેજ છે જેને 2TB સુધીના માઈક્રોએસડી કાર્ડની મદદથી વધારી શકાય છે.
કનેક્ટિવિટી માટે ફોનમાં 4G VOLTE Wi-fi Bluetooth જેવા ફીચર છે. હોમ બટનમાં ફિંગરપ્રિન્ટ સેન્સરને ઈન્ટીગ્રેટ કરવામાં આવ્યો છે. મોટો Z2 Forceને પાવર આપવા માટે એક 2730 mAh બેટરી આપવામાં આવી છે જેનાથી આખા દિવસની બેટરી લાઈફ મળવાનો દાવો કરવામાં આવ્યો છે.