આચારસંહિતા ભંગ બદલ ગુજરાતના ત્રણ નેતાઓને 1 વર્ષની સજા

By : kavan 11:33 PM, 12 February 2018 | Updated : 11:33 PM, 12 February 2018
2009માં ચૂંટણી સમયે થયેલી મારામારીનો મામલે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને 1 વર્ષની સજા,મનોજ પનારાને 1 વર્ષની સજા અને નીમાબેન આચાર્યને પણ 1 વર્ષની સજા તેમજ  આ ત્રણેયને એક વર્ષની જેલ અને રૂ. 1 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. મોરબી કોર્ટ દ્વારા આ સજા સંભળાવવામાં આવી છે. 

ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થાય એવા નિવેદન બદલ એક વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ કેસની વિગત જોઈએ તો 18 માર્ચ 2009ના રોજ ભાજપ મહિલા મોરચા, યુવા ભાજપ અને ભાજપ દ્વારા મોરબીના ભક્તિનગર સર્કલ નજીક સભા યોજવામાં આવી હતી. જેમાં અંજારના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, કાંતિ અમૃતિયા, અને ભાજપના તત્કાલીન યુવા મોરચાના અગ્રણી અને સભાના આયોજક મનોજ પનારા વિરૂદ્ધ તે સમયે સભામાં મતદારો અને કાર્યકતોને લલચાવે ફોસલાવે તેવા નિવેદન કરવા બદલ આચાર-સંહિતા ભંગની ફરિયાદ નોંધવામાં આવી હતી. 

આ અંગેનો કેસ એડિશનલ ચીફ જ્યૂડીશયલ મેજિસ્ટટ્રેટ જે. જી. દામોદ્રા સાહેબની કોર્ટમાં ચાલતા અદાલતે આચારસંહિતા ભંગ મામલે વિડીયોગ્રાફી સહિતના પુરાવા ધ્યાને લીધા હતાં. તત્કાલીન ધારાસભ્ય નિમાબેન આચાર્ય, કાંતિ અમૃતિયા અને મનોજ પનારાને એક- એક વર્ષની કેદ અને એક હજારના દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ ચર્ચાસ્પદ કેસમાં સરકારી વકીલ આર. એ. ગોરીની દલીલો માન્ય રાખી અદાલતે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 171 ( બ ) મુજબ સજા સંભળાવી રાજકીય હોદ્દેદારોને બોધપાઠ રૂપ કડક ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ ધારાસભ્ય નિમાબેન આચાર્યને કોર્ટ દ્વારા સ્ટે પણ આપી દેવામાં આવ્યો હતો.
 Recent Story

Popular Story