ભૂજમાં ધોળા દા'ડે કારમાંથી રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી

By : HirenJoshi 11:22 PM, 09 January 2018 | Updated : 11:22 PM, 09 January 2018
ભૂજઃ બસ સ્ટેશન વિસ્તારમાં ધોળા દિવસે કારમાંથી રોકડ કરમ ભરેલી બેગની ઉઠાંતરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે, બસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક અજાણ્યા શખ્સોએ કાર ડ્રાઈવરને વાતોમાં ફસાવી કારમાંથી બેગની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા.

જોકે આ સમગ્ર ઘટના CCTV પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ ડ્રાઈવરને તેની કોઈ વસ્તુ પડી ગયાનું કહે છે. ત્યારે બાદ ડ્રાઈવર કારમાંથી નીચે ઉતરી પોતાની વસ્તુ લેવા માટે જાય છે.

તે દરમિયાન અન્ય એક વ્યક્તિ કારમાંથી બેગ ઉઠાવી ફરાર થઈ જાય છે. જોકે આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરાતા CCTVના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.Recent Story

Popular Story