VIDEO: હાર્દિક પટેલની કચ્છમાં જાહેરસભા,ભાજપ પર કર્યા આકરા પ્રહાર

By : kavan 03:03 PM, 13 November 2017 | Updated : 03:08 PM, 13 November 2017

કચ્છ: પાસના કન્વીનર હાર્દિક પટેલ તાજેતરમાં કચ્છની મુલાકાતે આવી પહોંચ્યા હતા. હાર્દિક પટેલ ભુજ ખાતે આવેલ નૂતન સ્વામિનારાયણ મંદિર પહોંચી. સ્વામિનારાયણ ભગવાન દર્શન કરી આશિર્વાદ મેળવ્યા હતા.હાર્દિક પટેલ પત્રકાર સાથે વાતચીત કરી હતી.

કચ્છ વિકાસના દાવા સામે સવાલો ઉભા કર્યા હતા.કોઈ વિકાસ થયો નથી. એવું નિવેદન હાર્દિક પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદીએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી છે. તમામ સમાજમાં ભાગલા પાડવામાં આવ્યા છે.

વિધાનસભા ચૂંટણીમાં અમે પાડી દેશું તેવું નિવેદન આપ્યું હતું.કચ્છમાં પાટીદાર આંદોલન ખુબજ નબળું છે. આગામી દિવસોમાં કચ્છમાં પાટીદાર આંદોલન સક્રિય બનશે.

આજે કચ્છમાં આવતા પહેલા મારા વિરુદ્ધમાં જે પોસ્ટર લગાડવામાં આવ્યા એજ મોટી જીત છે.સાથેજ હાર્દિક પટેલ હું કોંગ્રેસ એજન્ટ છું.પ્રજાનો પણ એજન્ટ છું.

હાર્દિક પટેલે કચ્છમાં કિસાન ક્રાંતિ સભા ના નામે જાહેર સભા યોજી હતી. આ સભામાં માત્ર કિસાનો જ નહીં પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજના લોકો પણ જોડાયા હતા.

આ જાહેર સભા ને સંબોધન કરતી વખતે કહ્યું કે  નલિયા કાંડના કારણે પણ કચ્છને સમગ્ર ભારતમાં બદનામ આ ભાજપે કરી છે. હાર્દિક પટેલની  ક્ચ્છ જિલ્લાની આ મુલાકાત બાદ આગામી દિવસોમાં કચ્છમાં પણ પાટીદાર આંદોલનની અસર જોવા મળી શકે છે .

 
Recent Story

Popular Story