બંધ થઇ રહી છે મોબાઇલ સર્વિસ, જાણો શું છે આ SMS પાછળનું સત્ય

By : juhiparikh 06:29 PM, 12 January 2018 | Updated : 06:29 PM, 12 January 2018
વોડાફોન, એરટેલ અને આઇડિયાના કેટલાક યૂઝર્સને એક SMS આવ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ સિમ યૂઝ કરનારા યૂઝર્સની વૉઇસ સર્વિસ બંધ કરી દેવામાં આવશે.

આ મેસેજ એરટેલ, આઇડિયા સહિત રિલાયન્સ જિયોના ગ્રાકહોને પણ આવી રહ્યો છે. આ મેસેજમાં કહેવામાં આવી રહ્યુ છે કે, જો તમારા મોબાઇલ પર વૉઇસ કૉલિંગની સર્વિસ ચાલુ રાખવા ઇચ્છો છો, તો તમારો નંબર પોર્ટ કરી લેવો જોઇએ. આ SMS આવ્યા પછી યૂઝર્સે ઘણા ટ્વીટ પણ કર્યા. તેમણે આ SMSનો સ્ક્રીનશૉટ પોસ્ટ કરીને ટેલિકૉમ કંપનીઓને પૂછ્યુ કે છેવટે આ SMSમાં કેટલી વાસ્તવિકતા છે.

યૂઝરના આ સવાલોનો જવાબ એરટેલ અને આઇડિયા સહિત અન્ય કંપનીઓએ આપ્યો છે. આ કંપનીઓએ આ SMSની હકીકત જણાવી છે, જે તમારે પણ જાણવી જરૂરી છે.

ટ્વિટર પર યૂઝર્સને આ SMS પોસ્ટ કર્યા પછી આઇડિયા અને ભારતી એરટેલે કહ્યુ કે, આ SMSમાં કોઇ વાસ્તવિકતા ન હોવાનું જણાવ્યું હતું.  તેમણે પોતાના ગ્રાહકોને આ SMS પર વિશ્વાસ ન કરવા કહ્યું છે.Recent Story

Popular Story