ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભૂલ્યા ભાન, માનહાનિ ભર્યું વિવાદાસ્પદ નિવેદન

By : HirenJoshi 10:53 PM, 19 February 2018 | Updated : 11:13 PM, 19 February 2018
બનાસકાંઠાઃ ડિસામાં યોજાયેલ ચૂંટણીલક્ષી જાહેરસભામાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આક્રમક મૂડમાં જણાયા હતા. ડિસાના આસેડા ગામે યોજાયેલ ચૂંટણી પ્રચાર સભામાં અલ્પેશ ઠાકોરે દારૂબંધી મામલે આક્રમક નિવેદન આપતાં મિજાજ ગુમાવ્યો હતો.

તેમણે પોતાના સંબોધન દરમિયાન સીધી રીતે જિલ્લા પોલીસ વડા નામજોગ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, બડગુજરને કહેજો હપતા બંધ કરે નહીંતર તારા પપ્પા આવશે અને સોટી લઈને મારશે.

એક ધારાસભ્યના મુખેથી એક પોલીસ અધિકારી અંગે આ પ્રકારનું અશોભનીય નિવેદન સાંભળીને ઉપસ્થિત શ્રોતાઓમાં આશ્ચર્ય અને અણગમાનો મિશ્રભાવ જોવા મળ્યો હતો.

ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું નિવેદન...
બડગુજરના નામજોગ કહું છું. બડગુજરના નામ જોગ કહું છું. આ DSPને કહેજો પપ્પા આવ્યા તા અને અડ્ડો બંધ કરાવવાનું કહીને ગયા છે. નહિતર પપ્પા છોડશે નહીં સોટી લઈને આવશે.Recent Story

Popular Story