મહેસાણા ONGC એસેટ નવીન ટેકનોલોજી વિકસાવશે, કેનેડાની સ્ટીમ ઇન્જેકટ ખરીદાશે

By : HirenJoshi 12:07 PM, 13 September 2017 | Updated : 12:07 PM, 13 September 2017
મહેસાણાઃ સમગ્ર દેશમાં મહેસાણા ONGC એસેટ સૌથી વધુ ઓઇલ ઉત્પાદન કરતુ ક્ષેત્ર છે.ત્યારે આ મહેસાણા ONGC એસેટને નવીન ટેકનોલોજીથી વિકસાવાશે.ONGCએ કેનેડાથી અત્યાધુનિક સ્ટીમ ઇન્જેકટ ટેકનોલોજી વિકસાવવાનો નિર્ણય કર્યો છે. રૂ.300 કરોડથી વધુના રોકાણ વાળી આ ટેકનોલોજીથી પેટાળમાં પડેલા ઘટ્ટ ઓઈલને પાણી સ્વરૂપ ફેરવી દેશે.

આ સ્ટીમ ઈન્જેકટ ટેકનોલોજીથી 350 ડીગ્રી ગરમી પેટાળમાં આપવામાં આવશે જેના કારણે ઘટ્ટ સ્વરૂપમાં પડેલું ક્રુડ ઓઈલ સરળતાથી બહાર આવી શકશે.આ નવીન ટેકનોલોજીના ઉપયોગથી મહેસાણા ONGCનું ઉત્પાદન 300 ટનથી વધુ થશે. અને રૂપિયા 25 લાખ જેટલો રોજીંદો નફો થશે.

ઉલ્લેખનીય છે કે, 50 વર્ષ કરતા વધુ સમયથી મહેસાણા ONGC કાર્યરત છે. જોકે વર્ષો વીતવાની સાથે જમીનના પેટાળમાં ક્રુડ ઓઈલ વધુ ઘટ્ટ બનતા ઓઈલ ઉત્પાદન ઘટી રહ્યું હોવાથી નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય કરાયો છે.Recent Story

Popular Story