મહેસાણા: પાટીદાર સંકલન સમિતિની મહારેલી યોજાઇ, BJP તરફેણમાં કર્યુ પ્રદર્શન

By : KiranMehta 07:03 PM, 18 November 2017 | Updated : 07:03 PM, 18 November 2017
પાટીદાર અનામત આંદોલનના એપી સેન્ટર એવા મહેસાણામાં પાટીદાર સંકલન સમિતિની મહારેલી યોજાઇ છે. પાટીદારોની વસ્તી ધરાવતા રાધનપુર રોડ પરથી રેલીની શરૂઆત થઇ છે. રેલી વિવિધ વિસ્તારોમાં ફરી ત્યારબાદ સભાનું આયોજન કરાયું છે. 

રેલીમાં 1 હજારથી વધુ વાહનો સાથે પાટીદારો જોડાશે તેવો આયોજકનો દાવો કરાયો છે. રેલી રાધનપુર રોડ પર બાયપાસ સર્કલ, ગુરૂદ્વાર જેલ રોડ-ગોપીનાળાથી ફુવારા, હૈદરીચોક, ધોબીઘાટ, ગાયત્રીમંદિરના માર્ગે, માવન આશ્રમથી ગાંધીનગર લીંક રોડ, સાંઇબાબા પરા ટાવરથી આઝાદ ચોક સહિત અનેક વિસ્તારોમાં રેલી ફરશે.

ઉલ્લેખનીય છે કે, મહેસાણા વિધાનસભા બેઠક પર નીતિન પટેલની જાહેરાત થયાના બીજા દિવસે ભાજપ સમર્પિત રેલી યોજાઇ રહી છે. આ રેલી મતોનું ધૃવીકરણ કરશે કે કેમ તે મુદ્દે શરૂ થયેલી ચર્ચાઓએ રાજકીય ગરમાવો સર્જયો છે. Recent Story

Popular Story