મહેસાણામાંથી પાટીદાર અનામત આંદોલન સમિતિના અને સરદાર પટેલ ગ્રુપના 20 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. કડીમાં ભાજપ દ્વારા આયોજિત વિજય ટંકાર યુવા સંમેલન પહેલા જ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
પોલીસે જે PAASના અને SPGના કાર્યકરોની અટકાયત કરી છે તે લોકો ભાજપના યુવા સંમેલનમાં કાળા વાવટા પહેરીને વિરોધ પ્રદર્શીત કરવાના હતા. જો કે વિરોધ કરે તે પહેલા જ પોલીસે કાર્યકરોને અટકાવી દીધા હતા.
મહેસાણામાં PAAS અને SPG ના કાર્યકર્તાઓની અટકાયત
કડીમાં ભાજપનું વિજય ટંકાર યુવા સંમેલન અગાઉ અટકાયત
PAAS અને SPG ના 20 કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી