બનાસકાંઠા ખાતે યોજાયેલ BJPની બેઠકમાં વાઘાણીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર

By : kavan 07:28 PM, 10 February 2018 | Updated : 07:28 PM, 10 February 2018
બનાસકાંઠાના જગાણા ખાતે ભાજપની બેઠક યોજવામાં આવી હતી.આ બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠક દરમિયાન પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે,કોંગ્રેસ પૈસાની રાજનીતિ કરે છે.

કોંગ્રેસ પૈસા ખાવાની રાજનીતિ કરે છે.કોંગ્રેસમાં સેવા કરવાનો ભાવ નથી.આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી,પૂર્વ મંત્રી શંકર ચૌધરી, મંત્રી પરબત પટેલ અને ભાજપના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા.

ઉલ્લેનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દરેક પક્ષ દ્વારા પોતાનો ઉમેદવાર જીત મેળવે તેવા ખાસ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અને આગામી 2019માં પણ કેન્દ્રમાં ચૂંટણી આવી રહી છે તેને કારણે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.Recent Story

Popular Story