શિવરાત્રિના દિવસે ભૂલથી પણ ન કરતા આ 10 ભૂલો, નહી તો થઇ જશે જિંદગી બરબાદ

By : juhiparikh 01:04 PM, 07 February 2018 | Updated : 04:05 PM, 09 February 2018
થોડા દિવસો પછી એટલે કે બુધવાર, 13-14 ફેબ્રુઆરી રોજ શિવરાત્રિ છે. કેટલીક જગ્યાએ પંચાંગ ભેદના કારણે શિવરાત્રિ 13 તારીખે ઉજવાશે તો અમુક જગ્યાએ 14 તારીખે ઉજવાશે. આ દિવસે મહાદેવની પૂજા કરવાથી બધી જ તકલીફોમાંથી મુક્તિ મળે છે. શિવજીના ભક્તો શાસ્ત્રોમાં જણાવવામાં આવેલ પાપોથી દૂર જ રહેવું જોઇએ, નહીંતર શિવજી ક્યારેય માફ નથી કરતા. અહીં મહાભારત, શિવપુરાણ અને ગરૂડ પુરાણમાં 10 કામ વિશે જણાવવામાં આવ્યું છે, જે ગણાય છે મહાપાપ. સ્ત્રી હોય કે પુરૂષ, આ કામ મહાપાપ જ ગણાય છે અને કરનારને કોઇપણ દેવી-દેવતાની કૃપા મળતી નથી. આજીવન દુ:ખી જ રહે છે. 

 આ લોકોનું ક્યારેય ન કરવું અપમાન:
ધ્યાનમાં રાખો કે કોઇ વૃદ્ઘ, ગુરુ, ભાઇ-બહેન, માતા-પિતા, મિત્ર અને જ્ઞાની લોકોનુ ભૂલથી પણ અપમાન ન કરતાં. આમ તો કોઇ પણ વ્યકિતનું અપમાન ક્યારેય ન કરવું જોઇએ, પરંતુ શિવરાત્રિના દિવસે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. નહીં તો શિવજી એવા લોકો પર પ્રસન્ન નથી થતા, જે લોકોનું અપમાન કરે છે.

શિવલિંગ પર ન ચઢાવો તુલસી:
શાસ્ત્રોને અનુસાર, તુલસીને પવિત્ર માનવામાં આવે છે અને ભગવાન વિષ્ણની પૂજા તેના વગર અધૂરી હોય છે. પરંતુ શિવપુરાણ અનુસાર, શિવ પૂજામાં તુલસી વર્જિત છે. ઘણા લોકો છે જેમણે આ માટેની જાણકારી નથી હોતી અને શિવલિંગ પર તુલસી ચઢાવી દે છે, આ કારણે તેમણે પૂજાનું ફળ મળતું નથી.

ખરાબ વિચારો ટાળવાં:
શિવજીને પ્રસન્ન કરવા ઇચ્છો છો તો કોઇ પણ પ્રકારના ખરાબ વિચારોથી બચવું જોઇએ. ખરાબ વિચારો જેવા કે બીજાને હેરાન કરવા માટેની યોજના બનાવવી, અધાર્મિક કામ કરવા માટે વિચારવું, સ્ત્રીઓ માટે ખોટું વિચારવું વગેરે વગેરે.. આ પ્રકારના વિચારોથી બચવું જોઇએ, નહી તો શિવ પૂજામાં મન નથી લાગતું. શાસ્ત્રોમાં સ્ત્રીઓનુ અપમાન કરવું પાપ છે, પરંતુ ગર્ભવતી અને માસિક ધર્મ દરમિયાન કોઇ પણ મહિલાનું અપમાન કરવું મહાપાપ છે.

શિવલિંગ પર ન ચઢાવો હળદળ:
શિવ પૂજામાં ધ્યાન રાખો કે શિવલિંગ પર હળદળ ન ચઢાવવી. હળદળ સ્ત્રીઓ સંબંધિત વસ્તુ છે. શિવલિંગ પુરુષ તત્વથી સંબંધિચ છે અને તે શિવજીનું પ્રતીક છે. આ કારણે શિવલિંગ પર નહી પરંતુ જલાધારી પણ હળદળ ચઢાવવી જોઇએ. જલાધારી સ્ત્રી તત્વથી સંબંધિત છે અને તે માતા પાર્વતીનું પ્રતિક છે. આ કારણે શિવલિંગ પર નહી પરંતુ જલાધારી પર હળદળનો અભિષેક કરી શકો છો.

સવારે મોડે સુધી ન સૂવું જોઇએ:
પૂજા માટે સવાર-સવારનો સમય સારો હોય છે. આ કારણે જો તમે શિવજીની કૃપા મેળવવા ઇચ્છો છો તો સવારે જલ્દી ઉઠી જવું જોઇએ. જે લોકો જલ્દી ઉઠીને સ્નાન કરીને શિવજીની પૂજા કરવી જોઇએ. જો મોડા સુધી સૂતા રહેશો તો આળસ વધી જશે. સવારે જલ્દી ઉઠવાથી વાતાવરણથી સ્વાસ્થ્યને પણ લાભ થાય છે. સવારના મન શાંત રહે છે અને આ જ કારણે પૂજા એકગ્રતાની સાથે કરવામાં આવે તો તેનું સારું ફળ પ્રાપ્ત થાય છે.

માંસાહાર ન ખાવું:
માંસાહાર એટલે કે નૉન-વેજ ન ખાવું જોઇએ. નૉન-વેજ માટે કોઇ જીવની હત્યા કરવામાં આવે છે. જીવ હત્યા પાપ છે. માંસાહારના છોડીને તમે પાપથી બચી શકો છો.

ગુસ્સો ન કરો:
ગુસ્સો કરવાથી મનની એકાગ્રતા અને સમજણ શક્તિમાં ખત્મ થઇ જાય છે. જેથી આવેશમાં આવી કરવામાં આવેલા તમામ નિર્ણયો નુકસાનકારક સાબિત થાય છે. આ એક ખરાબ વાત છે જેનાથી બચવું જોઇએ. શિવજીની કૃપા મેળવવા માટે પોતાની જાતને શાંત રાખવી જરૂરી છે. ક્રોધથી મન અશાંત થઇ જાય છે  અને એવાં પૂજા ન થઇ શકે.

પતિ-પત્ત્ની ધ્યાનમાં રાખે આ વાત:
મોટાભાગે પરિવારમાં પતિ-પત્ની વચ્ચે વાદ-વિવાદ, ઝઘડાઓ થતા રહેતા હોય છે. આ સામાન્ય વાત છે, પરંતુ જ્યારે નાની-નાની વાતો વધી જાય છે તો તેનાથી ઘરમાં અશાંતિ છવાઇ જાય છે. શિવરાત્રિ પર આ વિશે ધ્યાન રાખવું કે ઘરમાં ક્લેશ-કંકાસ ન થાય. જે ઘરોમાં ક્લેશ-કંકાસ અને અશાંતિ હોય છે, ત્યાં દેવી-દેવતાનો વાસ નથી હોતો. ઘરના લોકો માટે પ્રેમ વધારો જેનાથી શિવજીની કૃપા સતત બની રહે છે.

અનૈતિક સંબંધોથી બચો:
ધ્યાનમાં રાખો કે પર પુરુષ અથવા તો પર સ્ત્રીની સાથે શારીરિક સંબંધ બનાવવા કે તેના માટે વિચારવું પણ મહાપાપ છે, જીવનસાથી પ્રત્યે ઇમાનદાર રહી અને અનૈતિક સંબંધોથી બચવું જોઇએ, અન્યથા કોઇ પણ પ્રકારની પૂજાનું ફળ નહી મળે.

પૂજામાં ધાતુની વસ્તુઓનો ઉપયોગ ટાળો:
શિવજીની પૂજામાં સોના, ચાંદી, પિત્તળ, તાંબુ અથવા અષ્ટધાતુના વાસણોનો ઉપયોગ કરવો જોઇએ. ધ્યાનમાં રાખો કે લોખંડ, સ્ટીલ અથવા તો એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ પૂજામાં ન કરો. આ ધાતૂની વસ્તુઓ પૂજામાં વર્જિત છે.Recent Story

Popular Story