ફેસબુકના માલિક આ હનુમાનજીના દર્શન કરવા આવે છે ભારત,જાણો ક્યાં છે આ મંદિર

By : kavan 04:45 PM, 06 December 2017 | Updated : 04:45 PM, 06 December 2017
ભારતમાં એક હનુમાન મંદિર એવું પણ છે જે વિશ્વભરમાં જાણીતુ બનેલું છે. આ મંદિર કિસ્મત ચમકાવવા વાળા હનુમાનજી તરીકે જગ પ્રસિધ્ધ છે. આ મંદિરમા જે લોકો મનોકામના લઇને આવે છે તેમની તમામ મનોકામના અચુક પુરી થાય છે.

આ મંદિરની ખાસિયત છે કે આ હનુમાનજીના ભક્ત એપલના માલિક સ્ટીવ જોબ્સ અને ફેસબુકના માર્ક ઝુકરબર્ગ  પણ આવ્યા હતા.
આ મંદિર 1962માં નીમ કરોલી બાબાએ ક્ષિપ્રા નામની પહાડી નદીના કિનારે સ્થાપ્યુ હતુ. આ  સ્થળ કૈંચીધામ તરીકે જાણીતુ બનેલ છે. 

આ મંદિરનો ઉલ્લેખ અમેરિકાના એક દર્શનાર્થીએ પોતાના પુસ્તકમાં કરેલ હોવાથી તેની પ્રસિધ્ધિ પશ્ચિમના દેશોમાં વધુ થઇ.
આ મંદિર સાથે એક ઘટના એવી જોડાયેલી છે કે એકવાર મંદિરમા ભંડારાનું આયોજન કરવામાં આવ્યુ હતુ ત્યારે અચાનક ઘીની અછત સર્જાતા  બાબાના કહેવા મુજબ એક મોટા વાસણમાં પાણી ભરીને લાવવામાં આવ્યુ અને તે પાણી ઘી બની ગયુ. આવા અનેક પરચા કરોલી બાબાએ આપ્યા છે.

1974માં સ્ટીવ જોબ્સ ભારત આવ્યા ત્યારે આ મંદિરના દર્શન કરવા આવ્યા હતા. તથા હોલીવુડની અદાકારા જુલીયા રોબર્ટસ પણ આ મંદિરના દર્શન કરવા  આવી ચુકેલ છે.

ઉલ્લેખનીય છે કે 10 સપ્ટેમ્બર 1973માં વૃંદાવનની પાવન ભુમિ પર નીમ કરોલી બાબાનું નિધન થયું પરંતુ તેમ છતાં આજે પણ થોકબંધ વિદેશી ભક્તો હનુમાનજીના દર્શન કરવા આવી પહોંચે છે. જેમાં અમેરિકનોની સંખ્યા વધુ છે. આ સાથે ભારતભરમાંથી હરિદ્વાર ગંગા સ્નાન કરવા આવતા લાખો ભાવિકો હનુમાનજીના દર્શને અચુક આવે છે.Recent Story

Popular Story