ગુજરાતના દિકરાને 'નીચ' કહ્યાંનું અપમાન 18મી તારીખે મતદાન પેટી બતાવશેઃ PM મોદી

By : HirenJoshi 05:16 PM, 07 December 2017 | Updated : 05:28 PM, 07 December 2017
સુરતઃ પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના મણિશંકર અય્યર દ્વારા કરાયેલ નિવેદનનો જવાબ આપ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, નિરાશામાં કોંગ્રેસના નેતા માન-મર્યાદા ભૂલી ચૂક્યા છે.  

કોંગ્રેસે મને નિચ કહ્યાં, ગધેડા કહ્યાં, ગંદી નાળીના કીડા કહ્યા પરંતુ આ તેમના મોગલાઇ સંસ્કારો છે. ગુજરાતના સંતાનનું અપમાન 18મી તારીખે મતદાન પેટી બતાવશે.

તમે મને નીચજાતિના કહ્યાં, ગધેડા કહ્યાં, ગંદી નાળીના કીડા કહ્યું, તમે મને મોતનો સોદાગર કહ્યું, જેલમાં પુરવાના પ્રયાસો કર્યા પરંતુ 3 વર્ષથી સત્તા પર છું પણ બદલાની ભાવનાથી કામ નથી કર્યું. આ અમારા સંસ્કારમાં નથી. 

નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના મણિશંકર અય્યરને આપ્યો જવાબ
  • નિરાશામાં કોંગ્રેસના નેતા માન-મર્યાદા ભૂલી ચૂંક્યા છે
  • નોટબંધીએ સમાન્ય લોકોને અસર નથી થઈ, કોંગ્રેસ એક વર્ષે પણ રડે છે: PM
  • આ તેમના મોગલાઇ સંસ્કાર છે: PM
  • ગુજરાતના સંતાનનું અપમાન 18 તારીખે મતદાન પેટી બતાવશે: PM
  • તમે મને નીચજાતિના કહ્યાં, ગધેડા કહ્યાં, ગંદી નાળીના કીડા કહ્યું: PM
  • 3 વર્ષમાં સત્તા પર છું પણ બદલાની ભાવનાથી કામ નથી કરતો: PM
  • તમે મને મોતનો સોદાગર કહ્યો, મને જેલમાં પુરવા પ્રયાસ કર્યો: PM
  • 3 વર્ષથી સત્તા પર છું પણ બદલાની ભાવનાથી કામ નથી કરતો: PMRecent Story

Popular Story