મહાશિવરાત્રીએ આજે ભોલેનાથને અર્પણ કરો આ વસ્તુઓ, શિવજી થશે પ્રસન્ન

By : krupamehta 05:08 PM, 11 February 2018 | Updated : 09:19 AM, 13 February 2018
આ વર્ષે મહાશિવરાત્રિનો તહેવાર 13 ફેબ્રુઆરીએ છે. ભગવાન શિવના ભક્તો માટે આ કહેવાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે. શિવરાત્રિ પર પ્રસન્ન કરના માટે વ્રત રાખે છે. શાસ્ત્રો અનુસાર એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવના લગ્ન માં પાર્વતી સાથે થયા હતા. તો કેટલીક કથાઓ અનુસાર આ દિવસે સૃષ્ટિનો આરંભ થયો હતો. જો તમે પણ આ શિવરાત્રીએ ભગવાન શિવને પ્રસન્ન કરીને આશીર્વાદ મેળવવા ઇચ્છો છો તો શિવરાત્રીના દિવસે આ 6 ચીજોથી ભગવાન શિવની પૂજા જરૂર કરો. 

શિવજીને ધતૂરો ખૂબ જ પસંદ હોય છે કારણ કે શિવના માથાથી ઝેરનો પ્રભાવ દૂક કરવા માટે ધતૂરાનો પ્રયોગ કરવામાં આવે છે. મહાશિવરાત્રીના પ્રસંગે શિવલિંગ પર ધતૂરો અર્પિત કરે. એનાથી દુશ્મનોનો ભય દૂર થાય છે અને સાથે ધન લાભ થાય છે. 

ગંગા દેવલોકથી ભગવાન શિવની જટાથી ધરતી પર ઊતરી છે એટલા માટે બધી નદીઓમાંથી ગંગા પરમ પવિત્ર છે. ગંગા જળથી ભગવાન શિવનો અભિષેક કરવાથી અત્યંત પ્રસન્ન થાય છે. 

શાસ્ત્રોમાં શેરડીને મીઠાશ અને સુખનું પ્રતીક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં એને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવાથી ધન પ્રાપ્તિ થાય છે અને ગ્રહ દોષોથી મુક્તિ મળે છે. 

ભગવાન શિવને બેલપત્ર ખૂબ જ પ્રિય હોય છે. ત્રણ પાન વાળા બેલપત્ર જો કાપેલું કે ફાટેલું ના હોય તો એવું ભગવાન શિવને ચઢાવો. ત્રણ પાન વાળું બેલપત્રને ત્રિદેવનું પ્રતીક માનવામાં આવે છે. 

ધતૂરાનું ફૂલ પણ ભગવાન શિવને પ્રિય છે. એનું કારણ એ છે કે આ સફેદ હોય છે અને ઔષધીય કારણોથી ગુણકારી હોય છે. માનસિક શાંતિ માટે ધતૂરાના ફૂલને શિવલિંગ પર અર્પિત કરો. 

જો તમારી પર કાલસર્પ અને રાહુ દોષ ચાલી રહ્યો છે તો મહાશિવરાત્રી પર ભગવાન શિવને ચાંદીથી બનેલા નાગ નાગિનના જોડા સમર્પિત કરો. એનાથી કાલસર્પ અને નાગ દોષ સમાપ્ત થઇ  જશે. Recent Story

Popular Story