આજે મહાશિવરાત્રીના પાવન પર્વે મહાદેવના આર્શીવાદ મેળવવા કરો આ વિધી

By : HirenJoshi 09:08 AM, 13 February 2018 | Updated : 09:08 AM, 13 February 2018
દેવાધી દેવ મહાદેવનો પાવન પર્વ મહાશિવરાત્રિ હિન્દુઓના મહત્વના તહેવારમાંનો એક છે. શિવરાત્રીના પર્વે ભગવાન શિવ પૂજનનો સૌથી મોટો મહિમા માનવામાં આવે છે. ફાગણ માસના કૃષ્ણપક્ષની ચોથના રોજ મહાશિવરાત્રી પર્વ ઉજવવામાં આવે છે.

માનવામાં આવે છે કે સૃષ્ટિના પ્રારંભમાં આ દિવસે મધ્યરાત્રીએ ભગવાન શંકરનું બ્રહ્મામાંથી રુદ્ર રૂપમાં અવતરણ થયું હતું. ભગવાન શિવ જેટલાં જલ્દી પ્રસન્ન થાય છે તેટલાં જ ક્રોધી પણ થાય છે તેથી શિવરાત્રના દિવસે અને પૂજા દરમિયાન કેટલીક મહત્વની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

- આજે દિવસે સવારે મોડે સુધી ન સૂઇ જવું જોઇએ. જલ્દી ઉઠીને સ્નાન કર્યા વગર કંઇ પણ ના ભોજન લો. વ્રત ન કર્યુ હોય તો પણ સ્નાન કર્યા વગર ભોજન ન આરોગો. સૌથી જરૂરી અને ધ્યાનમાં રાખવા માટેની બાબત છે જો શિવરાત્રિનું વ્રત કરી રહ્યા છો, તો સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી લો અને ગરમ પાણીથી સ્નાન કરીને શરીરની તમામ અશુદ્ધિઓ દૂર કરો અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો.

- શિવરાત્રીના દિવસે ચોખા, ઘઉ અને દાળ માંથી બનેલા ખાદ્યપદાર્થોથી દૂર રહેવું જોઇએ. શ્રદ્ધાળુઓએ ફક્ત દૂધ, ચા, કોફી વગેરેનું સેવન કરવું જોઇએ. 

- શિવરાત્રિના દિવસે તમે શિવજીને પ્રસન્ન કરવા માંગતા હોય તો કાળા રંગના વસ્ત્રો ન પહેરો.

- એવી માન્યતા છે કે ભક્તજનોએ શિવલિંગ પર ચડાવવામાં આવેલા પ્રસાદને ગ્રહણ ન કરવો જોઇએ કેમકે તેનાથી દુર્ભાગ્ય આવે છે. આવું કરવાથી ધન હાનિ થાય છે અને બિમારીઓ પણ શરીરમાં ઘર કરી શકે છે. 

- શિવલિંગ પર ક્યારેય તુલસીપત્ર ન ચડાવો. શિવલિંગ પર દૂધ ચડાવતા પહેલા એ વાતનું ખાસ ધ્યાન રાખો કે પેકેટના દૂધનો ઉપયોગ ન કરો અને શિવલિંગ પર ઠંડુ દૂધ જ ચડાવો. હંમેશા સોના, ચાંદી અથવા કાંસાના બનેલા પાત્ર દ્વારા જ શિવલિંગ પર અભિષેક કરો. અભિષેક માટે સ્ટીલ થવા પ્લાસ્ટિકના બનેલા પાત્રનો ઉપયોગ ન કરો.

- ભગવાન શિવે ભૂલથી પણ કેતકી અને ચંપાના ફૂલ ન ચઢાવો. એવું કહેવામાં આવે છે કે આ ફૂલોને ભગવાન શિવે શાપિત કર્યા હતા. કેતકીના ફૂલ સફદે હોવા છતાં ભગવાન શિવની પૂજામાં ન ચઢાવવા જોઇએ. 

- શિવલિંગ પર સૌપ્રથમ પંચામૃત ચડાવવું જોઇએ. પંચામૃત એટલે કે દૂધ, ગંગાજળ, કેસર, મધ અને જળનું મિશ્રણ. સાથે જ શિવલિંગ પર બિલીપત્ર પણ ચડાવો. ફાટેલા કે તૂટેલા બિલીપત્ર ક્યારેય અર્પિત ન કરો.

- ભગવાન શિવને દૂધ, ગુલાબજળ, દહી, મધ, ઘી, ખાંડ અને જળ ચડાવતાં તિલક લગાવો. ભોળાનાથને કોઇપણ ફળ અર્પણ કરી શકાય છે પરંતુ તેમાં પણ વિશેષરૂપે બોર જરૂર ચડાવો કારણકે બોરને ચિરકાળનું પ્રતિક માનવામાં આવે છે.

- એવી  માન્યતા છે કે શિવલિંગ અથવા શિવજીની મૂર્તિ પર ફક્ત સફેદ રંગના ફૂલ ચડાવવા જોઇએ કારણકે ભોળાનાથને સફેદ રંગના ફૂલ પ્રિય છે. શિવરાત્રી પર ભોળેનાથને પ્રસન્ન કરવા માટે ચંદનનું તિલક કરો. શિવલિંગ પર ક્યારેય કંકુનું તિલક ન કરો.Recent Story

Popular Story