કોઇપણ વાહન પેટ્રોલ કે ડિઝલ કે પછી CNG કે LPG થી સંચાલિત હોય તે આપણે જાણીયે છીએ પરંતુ તાજેતરમાં મળેલ એક જાણકારી મુજબ લંડનમાં હવે એક બસ શરૂ થવા જઇ રહી છે તે કોફીમાંથી કાઢવામાં આવેલ કચરાના તેલથી ચાલશે.
જો કે એક માહિતી મિડીયા સમક્ષ આવી તે મુજબ આ તેલને ડિઝલ સાથે ભેળવીને તૈયાર કરવામાં આવેલ ઇંધણમાંથી તે બસ સાર્વજનિક પરિવહન માટે ચલાવવામાં આવશે.
આ પ્રયોગ હાલ માત્રને માત્ર પ્રાયોગિક ધોરણે કરવામાં આવેલ છે. જો આ પ્રયોગ સફળ થશે તો તેને કાયમી ધોરણે અમલી કરવામાં આવશે.
લંડન સ્થિત ટેક્નોલોજી ફર્મ બાયો-બીન લિમીટેડના જણાવ્યા મુજબ હાલમાં એક વર્ષ ચાલે તેટલી કોફીનું ઉત્પાદન કરવામાં આવેલ છે. ટ્રાંસપોર્ટ ફોર લંડન દ્વારા આ પ્રયોગ ધુમાડાથી ફેલાતા પ્રદુષણને અટકાવવામાંટે કામ ચલાવ ધોરણે અમલમાં મુકવમાં આવેલ છે.
બોયો-બીન મુજબ લંડનના લોકો કોફીમાંથી એક વર્ષમાં 2 લાખ ટન જેટલો કચરો નિકાળે છે.આ કચરામાંથી ફેક્ટરીઓ તેલ કાઢે છે અને તેમાથી બી-20 જૈવ ઇંધણ બને છે.
જો કે હવે સમય જ કહેશે કે પ્રદુષણ અટકાવવાનો આ પ્રયોગ કેટલા અંશે સફળ થાય છે.