મોબાઇલ નંબરને આધારની સાથે લિંક કરવા માટે તમે જે સુવિધાની રાહ જોઇ રહ્યા છે તે આવી ગઇ છે. તમે હવે સહેલાઇથી ઘરે બેસીને મોબાઇલ નંબરને આધારની સાથે લિંક કરી શકો છો. તે પણ ગણતરીની મિનિટોમાં...
આધાર ઑથોરિટી UIDAI એ નંબર જારી કર્યો છે. આ નંબર પર કૉલ કરવાનો રહેશે અને આધારથી જોડાયેલી તમામ જાણકારી આપ્યા પછી તમારો મોબાઇલ નંબર આધારથી લિંક થઇ જશે.આધાર ઑથોરિટીએ લોકોને મેસેજ મોકલવાના શરૂ કરી દીધા છે જેમાં ટૉલ ફ્રી નંબરની જાણકારી આપવામાં આવી રહી છે. જેના પર તમારે કૉલ કરવાનો રહેશે. આ રહી પ્રોસેસ:
સ્ટેપ 1: તમારે જે મોબાઇલ નંબરને આધાર સાથે લિંક કરવાનો છે તેના માટે તમારે ટૉલ ફ્રી નંબર 14546 પર કૉલ કરવાનો રહેશે.
સ્ટેપ 2: આ ટૉલ ફ્રી નંબર પર કૉલ કર્યા પછી તમને આધાર નંબર પૂછવામાં આવશે. તમારે આધાર નંબર એન્ટર કરવાનો રહેશે.
સ્ટેપ 4: OTP તમારા મોબાઇલ નંબર પર આવશે તેણે એન્ટર કરી દેતા તમારા મોબાઇલ નંબર આધારની સાથે લિંક થઇ જશે.
ધ્યાન રાખો:
જાણકારી દાખલ કરતી વખતે જરૂરથી ધ્યાન રાખો કે તમે જે જાણકારી આપી રહ્યા છે તે સચોટ છે. કેમકે જેવી તમે આધાર ડિટેલ અહીંયા એન્ટર કરશો તેવી જ રીતે UIDAI સિસ્ટમ વેરિફાઇ કરશે. જાણકારી સાચી હોય તે પછી તમારો નંબર આધાર સાથે લિંક થઇ જશે.
આ સિવાય આ સુવિધાનો લાભ ઉઠાવવા માટે તમારો ઓછામાં ઓછો એક મોબાઇલ આધારની સાથે રજિસ્ટર હોવો જરૂરી છે. જો આ તમારો મોબાઇલ નંબર રજિસ્ટર નથી તો તમે આ સુવિધાનો લાભ નહી લઇ શકો.
ઉલ્લેખનીય છે કે આધાર લિંક કરવા પર જે OTP આવશે તે તમાર રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર જ આવશે.