Moto X4 ભારતમાં લોન્ચ, જાણો ફિચર્સ, સ્પેસિફિકેશન્સ અને કિંમત

By : juhiparikh 04:41 PM, 13 November 2017 | Updated : 04:52 PM, 13 November 2017

ચીની સ્માર્ટફોન કંપની મોટોરોલાએ ભારતમાં  Moto X4 લોન્ચ કરી દીધો છે. તેણે સૌથી પહેલા IFA 2017માં લોન્ચ કરવામાં આવ્યો હતો અને હવે કંપનીએ ભારતીય બજારમાં લોન્ચ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે એક સમયમાં  Moto X  કંપનીનો ફ્લેગશિપ સીરિઝનો હતો જેને કંપનીએ થોડા સમયમાં બંધ કરી દીધો હતો, પરંતુ હવે સ્માર્ટફોન લોન્ચની આ સીરિઝથી ફેન્સ ખૂબ જ ખુશ થઇ ગયા છે.

Moto X4ના 2 વેરિયન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. 3GB રેમ અને 32GB ઇન્ટરનલ મેમરી ધરાવતા વેરિયન્ટની કિંમત 20,999 રૂપિયા છે, જ્યારે 4GB રેમ અને 64GB ઇન્ટરનલ મેમરી ધરાવતા વેરિયન્ટની કિંમત 22,999 રૂપિયા છે.

Moto X4 એન્ડ્રોઇડ 7.1 નૂગટ પર રન કરે છે, જેમાં કોર્નિંગ ગ્લાસ પ્રોટેક્શનની સાથે 5.2 ઇંચ ફૂલ HD (1080x1920 પિક્સલ) LTPS IPS ડિસ્પ્લે આપવામાં આવી છે. Moto X4માં 2.2 GHz ક્વૉલકોમ સ્નેપડ્રેગન 630 ઑક્ટોકોર પ્રોસેસર આપવામાં આવ્યુ છે અને સાથે જ ફાસ્ટ ચાર્જિંગ માટે ટર્બો પાવરનો પણ ઑપ્શન આપવામાં આવ્યો છે. તેમાં  4GB  રેમની સાથે  64GB ની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આ સાથે જ 2TB સુધી માઇક્રો SD કાર્ડ પણ છે. ગ્રાફિક્સ માટે તેમાં  Adreno 508 GPU આપવામાં આવ્યુ છે.

Moto X4માં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યુ છે. કેમેરા સેક્શનની જો વાત કરવામાં આવે તો તેમાં રિયરમાં f/2.0  અપર્ચર ધરાવતા એક 12 મેગાપિક્સલનો કેમેરા અને f/2.2  અપર્ચરની સાથે બીજો 8 મેગાપિક્સલનો વાઇડ એન્ગલ કેમેરા આપવામાં આવ્યો છે. જ્યારે ફ્રન્ટમાં સેલ્ફી માટે f/2.0 અપર્ચર ધરાવતો 16 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફીને વધારે ખાસ બનાવવા માટે તેમાં લાઇટ સેલ્ફી પેનોરમા, ફેસ ફિલ્ટર, બ્યૂટીફિકેશન મોડ અને પ્રોફેશનલ મોડ આપવામાં આવ્યુ છે.

Moto X4માં ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટની સાથે સાથે 3000mAhની બેટરી આપવામાં આવી છે. કંપનીએ દાવો કર્યો છે કે 6 કલાકના ઉપયોગ માટે માત્ર 15 મિનિટનું ચાર્જ કરી શકાશે. કનેક્ટિવટી માટે તેમાં  NFC, Bluetooth 5.0, Wi-Fi 802.11ac (ડ્યુઅલ બેન્ડ, 2.4GHz એન્ડ 5GHz), GPS, GLONASS, 4G LTE અને FM રેડિયોનો સપોર્ટ હશે. આ સાથે જ તેમા બ્લૂટૂથ ફિચરની મદદથી સ્માર્ટફોનમાં એક સમયમાં એક સાથે 4 હેડફોન સ્પીકરની સાથે ક્નેક્ટ કરી શકાશે.



loading...

Recent Story

Popular Story