ભક્તિ,ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ ધરાવતા ભવનાથના મેળાનું થશે સમાપન

By : kavan 07:29 PM, 13 February 2018 | Updated : 07:29 PM, 13 February 2018
જૂનાગઢના ભવનાથ મેળામાં મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટયું છે.અંદાજે 5 લાખ લોકો આ મેળામાં ઉમટયા છે.આજે મેળાનો અંતિમ દિવસ છે.તો ભવનાથ મંદિરે દર્શન કરવા પણ દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા છે.મેળાનું સમાપન રાત્રે થશે.રાત્રે દિગંબર સાધુઓની રવાડી નિકળશે.અને દિગંબર સાધુઓ મૃગીકુંડમાં સ્નાન કરશે અને તે સાથે જ મેળાનું સમાપન થશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના ગીરનારમાં દર વર્ષે શિવરાત્રિના પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે.જેમા વિવિધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક આયોજન જોવા મળે છે.આપને જણાવી દઇએ કે ગુજરાત ધાર્મિક અને ઉત્સવપ્રિય લોકોની ભૂમિ છે.ત્યારે જૂનાગઢ ખાતે પરંપરાગત મેળા દરમિયાન નાગાબાવાઓ આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા.

આજે જૂનાગઢ ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ તથા આજે મધ્ય રાત્રીએ નાગા બાવાઓ મંદિર પહોંચીને કુંડસ્નાન કરશે છે.આ ઉત્સવમાં શ્રદ્ધાળુઓ સંગીત,નૃત્ય અને પ્રાર્થના સાથે રાતભર પૂજા-અર્ચના કરે છે.આ મેળામાં દેશભરમાંથી લાખો લોકો આવ્યા હતા.જેના ભાગરૂપે તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે પીવાનું પાણી, શૌચાલય તેમજ આરોગ્ય સહિતની પ્રાથમિક જરૂરીયાત સુવિધાની ગોઠવવામાં આવી હતી.Recent Story

Popular Story