લાલૂએ કરી મોટી જાહેરાત, 2019માં વિપક્ષી દળોના PM ઉમેદવાર હશે રાહુલ ગાંધી

By : krupamehta 01:55 PM, 07 December 2017 | Updated : 01:55 PM, 07 December 2017
પટના: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પાર્ટી અધ્યક્ષ બનવામાં થોડાક જ દિવસનો સમય છે, પરંતુ રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલૂ યાદવે રાહુલ ગાંધીને લઇને મોટી જાહેરાત કરી છે. લાલૂએ કહ્યું છે કે 2019ની સામાન્ય ચૂંટણીમાં રાહુલ ગાંધી વિપક્ષ દળો તરફથી પ્રદાનમંત્રી પદના ઉમેદવાર હશે. આરજેડી નેતાએ કહ્યું કે મારું સમર્થન અને મારી પાર્ટીનું સમર્થન રાહુલ ગાંધીને છે. 

લાલૂએ કહ્યું કે ગુજરાત ચૂંટણીમાં નરેન્દ્ર મોદી રામના નામ પર વોટ માંગી રહ્યા છે. એ સાબિત થઇ ગયું છે કે ભાજપ ગુજરાતમાં હારી રહી છે. આ કારણથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામના નામ પર વોટ માંગવાનો પ્રયત્ન કરી રહ્યા છે. લાલૂએ કહ્યું કે ભાજપ રામના નામ પર વોટ માંગીને ધ્રૃવીકરણનો પ્રયત્ન કરી રહી છે. 

રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બનવા માટે એક સ્ટેપ વધારે આગળ પહોંચી ગયા છે. રાહુલના પક્ષમાં ગત મંગળવારે દાખલ કરવામાં આવેલા બધા 89 નામાંકનોને તપાસમાં સાચા મેળવ્યા અને આ પ્રકારે અધ્યક્ષ પદ માટે ચૂંટણી મેદાનમાં એ એકલા ઉમેદવાર છે. 

નામ પાછા લેવાની તારીખ 11 ડિસેમ્બર છે, અને રાહુલ ગાંધી એ જ દિવસે નવા કોંગ્રેસ અધ્યક્ષ જાહેર થાય એવી આશા છે. 

નોંધનીય છે કે રાહુલ ગાંધીએ સોમવારે કોંગ્રેસ મુખ્યાલયમાં નામાંકન દાખલ કર્યું. રાહુલ ગાંધીને કોંગ્રેસ ઉપાધ્યક્ષ જાન્યુઆરી 2013માં બનાવવામાં આવ્યા હતા. એ પોતાની મા સોનિયા ગાંધીની જગ્યા લેશે. Recent Story

Popular Story