આદિપુર-અંજાર રોડ પરના ફાટક વચ્ચે બસ ખોટવાતા લાગ્યા વાહનોના થપ્પા

By : kavan 03:50 PM, 12 January 2018 | Updated : 03:50 PM, 12 January 2018
કચ્છ:આદિપુરથી અંજાર તરફ જતાં માર્ગ પર આવેલ ફાટક પર એક ખાનગી કંપનીની બસ પાટા પર ખોટકાઇ જતાં ટ્રાફિકજામની સ્થિતી સર્જાવા પામી હતી,આ ઘટનાની સાથે ઉપરાંત રેલવેનું એન્જિન પણ અટકી પડયું હતું.

આ ઘટના અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ આજે સવારે એક ખાનગી કંપનીની બસ રેલવે ફાટક ઉપર જ બગડી હતી. બસમાં તકનિકી ખામી સર્જાતાં ધક્કા મારીને ફાટકથી આગળ વધારી શકાઇ ન હતી. આ સમસ્યાના કારણે આદિપુરથી અંજાર આવતા અને અંજારથી આદિપુર આવતા સેંકડો વાહનોના થપ્પા લાગ્યા હતા. 

વાહનોની લાંબી કતારના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી, જેને નિવારવા સ્થળપર કોઇ પોલીસ ન પહોંચતાં અનેક વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા.

ટ્રાફિકજામના કારણે ભુજ-ગાંધીધામ વચ્ચે અવર-જવર કરતી બસોને વાયા અંજાર ગળપાદર રોડ તરફ દોડાવવાની ફરજ પડી હતી.

જેથી આદિપુર જતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. દરમ્યાન ફાટક વચ્ચે જ બસ અટકી જતાં મુંદરાથી ગાંધીધામ તરફ આવતું ટ્રેનનું એન્જિન અટકાવાયું હતું. 2 કલાક બાદ બસ આગળ નીકળતાં ટ્રાફિક રાબેતામુજબ થયો હતો.Recent Story

Popular Story