કચ્છ: હરમીનાળાથી વધુ 3 પાકિસ્તાની બોટ ઝડપાઈ, માછીમારો ફરાર

By : KiranMehta 04:06 PM, 11 November 2017 | Updated : 04:06 PM, 11 November 2017

તો આ તરફ કચ્છના હરમીનાલા વિસ્તારમાંથી વધુ 3 બોટ પકડાઈ છે. આ બોટ સાથે 3 પાકિસ્તાનીઓને પણ BSFના અધિકારીઓએ ઝડપી પાડયા છે. જોકે અધિકારીઓ બીજા માછીમારોને ઝડપી પાડે તે પહેલા બીજા માછીમારી ફરાર થયા હતા. 

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે પણ અધિકારીઓએ 5 બોટ ઝડપી હતી. ત્યારે આજે વધુ 3 બોટ ઝડપી પાડી છે. જોકે હજી પણ વધુ માછીમારી પકડાય તેવી શક્યતા છે. જેના પગલે BSFના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, હરમીનાળા પિલર નં-1170 નજીકથી ગઈકાલે અને આજે કુલ 8 પાકિસ્તાની તેમજ 9 પાકિસ્તાની બોટ BSFના જવાનોએ ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા પાકિસ્તાનીઓ પાસેથી કઈ વાંધાજનક વસ્તુઓ મળી આવી નથી. ક્ચ્છ સરહદે BSF દ્વારા સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત છે. loading...

Recent Story

Popular Story