ભુજ ખાતે ગેસલાઈન તૂટતાં લોકના જીવ અધ્ધરતાલ,જાનહાની ટળી

By : kavan 05:46 PM, 10 February 2018 | Updated : 05:46 PM, 10 February 2018
ભુજના અમનનગર પાસે આવેલ ગુજરાત ગેસ લિ.ના કેટલાક કર્મીઓ દ્વારા ચાલતી ખોદકામની કામગીરી દરમ્યાન એક ગેસની પાઇપલાઇન તુટી જતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.આ ઘટનાને પગલે આજૂબાજૂમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને સ્થાનિકોના જીવ અધ્ધરતાલ થઇ ગયા હતા.

આશરે ચારેક હજારની વસ્તી ધરાવતા આ વિસ્તારમાં ગેસ કંપની દ્વારા કરવામાં આવતા ખોદકામ દરમિયાન આ ઘટના બનવા પામી હતી જેના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.આ ઘટનામાં જ્યાંથી લાઈન તૂટી હતી તે જગ્યાએથી 20થી 25 ફૂટ ઊંચે માટી ઊડી રહી હતી.

આ ઘટનાની જાણ ભુજના ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ફાયટર તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોચ્યા હતા.આ બનાવને પગલે કંપની બેદરકારીને ધ્યાને રાખી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી.જો કે આ બનાવમાં કોઇ જાનહાની થયાનાં સમાચારો પ્રાપ્ત થયા નથી.Recent Story

Popular Story