તમારી આ ભૂલોને કારણે તમારા તરફ આકર્ષિત થશે ખરાબ શક્તિઓ

By : juhiparikh 12:08 PM, 15 February 2018 | Updated : 12:09 PM, 15 February 2018
પુરાણો અને ગ્રંથોમાં ઘણાં એવા કામ ઉલ્લેખવામાં આવ્યાં છે, જેનાથી દરેક વ્યક્તિએ દૂર જ રહેવું જોઇએ. જો વ્યક્તિ આ વાતોનું ધ્યાન નહીં રાખે તો તેમણે ઘણાં પ્રકારની પરેશાનીઓ થઇ શકે છે. ઘણાં ધર્મ ગ્રંથોમાં એવા ભૂલોનું વર્ણન મળી આવે છે, જેનું ધ્યાન ન રાખવાથી ખરાબ શક્તિઓ કે પ્રેત-આત્માઓ તમારી તરફ આકર્ષિત થઇ શકે છે અને તમારે ઘણાં પ્રકારના નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

પરફ્યુમ, અત્તર અને તેજ સુગંધવાળી વસ્તુઓનો રાતના સમયે ઉપયોગ ન કરવો જોઇએ, આવી વસ્તુઓ તરફ નકારાત્મક શક્તિઓ જલ્દીથી આકર્ષિત થાય છે. 

મૃત શરીરને અગ્નિદાહ આપ્યા પછી પાછળ ફરીને જોવું નહી. માન્યતા છે કે આવું કરવાથી ત્યા રહેલી ખરાબ આત્માઓ આપણી સાથે ચાલવા લાગે છે. 

ગર્ભવતી મહિલાઓએ કાળા, ડાર્ક મરૂમ જેવા રંગો પહેરીને રાતના સમયે ઘરેથી નીકળવાનું ટાળવું જોઇએ. આ પ્રકારના કપડાં પહેરીને નીકળવાથી ખરાબ આત્માઓ આકર્ષિત થાય છે. 

રોગ ગ્રસ્ત શરીર તરફ આત્માઓ જલ્દીથી આકર્ષિત થાય છે બિમારી હોવા છતાં જે વ્યકિતનું આત્મબળ મજબૂત હોય, તેના પર કોઇપણ પ્રકારની નકારાત્મકતા હાવી થઇ શકતી નથી.

ઘર-દુકાનના કોઇપણ ભાગમાં દરેક સમયે અંધારૂ હોય કે તાજી હવા પહોંચતી ન હોય, ત્યાં દીવો પ્રગટાવવામાં આવે તો ત્યાં પણ ખરાબ શક્તિઓ હાવી થાય છે. Recent Story

Popular Story