નવી દિલ્હી: 1 રૂપિયાની નોટના આજે 100 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. 30 નવેમ્બર 1917ના રોજ પહેલી વખત દેશમાં 1 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી. આજે અમે તમને કહેવા જઇ રહ્યા છીએ આ નોટથી જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.
પહેલી 1 રૂપિયાની નોટ પ્રથમન વિશ્વ યુદ્ધ દરમિયાન ચલણમાં આવી હતી. 30 નવેમ્બર 1917ના રોજ એને અંગ્રેજ સરકારે જારી કરી હતી. પહેલી વખત જારી થયેલી નોટમાં બ્રિટનના તત્કાલીન રાજા કિંગ જોર્જ v નો ફોટો હતો. બાદમાં એને બ્રિટનના આગળના રાજા કિંગ જોર્જ VIના ફોટાની સાથે જારી કરવામાં આવ્યો.
ચલણમાં આવ્યાના થોડાક વર્ષ બાદ જ 1926માં એને બ્રિટેન સરકારે બંધ કરી દીધી.
1 રૂપિયાની નોટને 1940 બાદ ફરીથી જારી કરવામાં આવી હતી.
1 રૂપિયાની નોટને 1970 સુધી બહેરીન મસ્કટ વગેરે દેશોમાં ઉપયોગ કરી શકતા હતા.
1 રૂપિયાની નોટ એકમાત્ર એવી નોટ છે જેની પર ગવર્નર ઓફ ઇન્ડિયા લખેલું હોય છે જ્યારે અન્ય નોટો પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લખેલું હોય છે.
1 રૂપિયાની નોટ જ એકમાત્ર નોટ છે જેની પર નાણા સચિવની હસ્તાક્ષર હોય છે જ્યારે અન્ય નોટો પર આરબીઆઇની ગવર્નરના હસ્તાક્ષર હોય છે.