દુકાનમાં વેચાઇ રહેલો સામાન અસલી છે કે નકલી, માત્ર એક SMSથી જાણી શકાશે

By : krupamehta 08:28 PM, 13 February 2018 | Updated : 08:28 PM, 13 February 2018
નવી દિલ્હી: દુકાન પર તમે જ્યારે પણ કોઇ સામાન ખરીદવા જાવ છો કો તમને કેવી રીતે ખબર પડશે કે આ અસલી છે કે નકલી. જો કે હવે તમે આ કામ સરળતાથી કરી શકશો. અમેરિકા કંપની ફાર્માસિક્યોરે ભારત સહિત કેટલાક દેશોમાં આ સંબંધે પહેલ કરી છે. એના માટે કંપનીએ ઘણી કંપનીઓ સાથે કરાર કર્યો છે. 

ફાર્માસિક્યોરે SMS દ્વારા પ્રોડક્ટ અસલી છે કે નકલી તેની જાણકારી મેળવવા માટેની સુવિધા દવાઓ માટે શરૂ કરી હતી. જો કે પછીથી કંપનીએ રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા સામાન, ઇલેક્ટ્રોનિક અને બ્યૂટ ઉત્પાદનો માટે પણ  સેવા શરૂ કરી છે. આ માટે કંપનીએ એક અલગ યૂનિટ પ્રોડક્ટસિક્યોર બનાવ્યું છે.

ફાર્માસિક્યોરે જણાવ્યું કે તમે ફક્ત SMS દ્વારા પ્રોડક્ટની જાણકારી મેળવી શકો છો. સાથે જ મોબાઇલ એપ પર પણ પ્રોડક્ટનો બારકોડ નાંખીને તે અંગે જાણી શકાશે. આ ઉપરાંત વેબસાઇટ પર જઇને પણ પ્રોડક્ટ અસલી છે કે નકલી તે ચકાસવાનો વિકલ્પ ઉપલબ્ધ છે.

ફાર્માસિક્યોરના અધ્યક્ષ અને મુખ્ય અધિકારી નકૂલ પસરીચાએ જણાવ્યું કે ભારત સહિત દુનિયાભરમાં નકલી પ્રોડક્ટ્સની સંખ્યા વધી રહી છે. તેની અસર ફક્ત બ્રાંડની વિશ્વસનીયતા પર જ નહી પરંતુ કંપનીની આવક પર પણ પડે છે. તેમણે જણાવ્યું કે નકસી ઉત્પાદનોના કારણે સરકારને પણ કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. સાથે જ આ નકલી ઉત્પાદનો વપરાશકર્તાના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે.

તેમણે જણાવ્યું કે આ અંગેની જાણકારી આપવા માટે અમે કંપનીઓનો સંપર્ક સાધીએ છીએ. કંપનીના પ્રોડક્ટના દરેક વેચાણ પર એક વિશેષ કોડ નાંખવામાં આવે છે. તેમાં વેચાણની સંખ્યા, એક્સ્પાયરી ડેટ અને ફોન નંબરનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો હોય છે. 

એવામાં જેવો ગ્રાહક તે ફોન નંબર પર સંબંધિત પ્રોડક્ટનો કોડ SMS કરશે તેવો જ તેના ફોન પર SMS આવશે. આ રીતે સરળતાથઈ જાણી શકાય છે કે પ્રોડકટ અસલી છે કે નકલી. બારકોડની મદદથી ગ્રાહકોને તે તમામ માહિતી મળશે, જે કંપની તે બારકોડમાં સામેલ કરવા માટે તૈયાર હશે. તેમાં એમઆરપી, એક્સપાયરી ડેટ સહિત અન્ય જરૂરી માહિતી પણ સામેલ હોય છે. 

તેમણે જણાવ્યું કે ભારતમાં હાલ તેઓ તે કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે, જે રોજિંદી જરૂરિયાતના પ્રોડક્ટસનું ઉત્પાદન કરે છે, જેથી લોકો તેનો વધુમાં લધુ લાભ લઇ શકે.Recent Story

Popular Story