ખેડામાં ક્યાંક EVM ખોટકાયું તો ક્યાંક ગ્રામજનોએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર

By : kavan 12:07 PM, 21 February 2018 | Updated : 12:18 PM, 21 February 2018
ખેડા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે કઠલાલના કનિયેલ ગામે EVM ખોટકાયું છે.EVM ખરાબ થયું હોવાને કારણે મતદાન અટકી ગયું છે જો કે EVMમાં સામાન્ય ખામી સર્જાઈ હોવાને કારણે થોડા સમયમાં મતદાન પુનઃ શરૂ  થયું હતુ.

જો કે તાજેતરમાં મળતા અહેવાલ પ્રમાણે સીંજીવાળામાં ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.આ ગામમાં ખાનગી કંપનીના પ્રદૂષણને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.ત્યારે ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. 
   
ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુસંધાને આજે 2 જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયત માટે મતદાન કરવામાં આવી રહ્યું છે,ગુજરાતમાં વિવિધ સ્થળો પર યોજાયેલ આ મતદાનમાં સવારથી જ લોકોની મોટી કતારો જોવા મળી હતી અને મતદારો પણ ભારે ઉત્સાહ પૂર્વક પોતાનો મત આપી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું હતુ.Recent Story

Popular Story