હોટલ બુક કરાવતા પહેલા આ વાત ખાસ યાદ રાખો

By : kavan 03:47 PM, 05 December 2017 | Updated : 03:47 PM, 05 December 2017
જો તમે પરિવાર સાથે ફરવા જવાના મુડમાં હોય કે લગ્નબાદ હનિમુન માંટે કોઇ સ્થળની પસંદગી કરતા હોવ તો હોટલની પસંદગી માટે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

- આસપાસની જાણીતા વિસ્તારની મેપ દ્વારા જાણકારી મેળવવી અને સારા લોકેશન પર હોટલ આવી છે ને તે જાણકારી મેળવવી જોઇએ.

- હોટલ સુરક્ષિત જગ્યા હોય તે ખાસ ધ્યાન રાખવુ જોઇએ.

- હોટલમાં મોટા રૂમ,પોકેટ ડોર સાથે અલગ બાથરૂમ, રૂમમાં WI-FI જેવી સુવિધા અને પુરતુ પાર્કિંગ જેવી બાબતોની જાણકારી મેળવવી જોઇએ.

- હોટલમાં ખાણી-પીણીની સારી વ્યવસ્થા હોય તે ખાસ જોવું,જો રેસ્ટોરંન્ટ સાથે કોફી શોપ હશે તો તે તમારા પ્રવાસનો આનંદ વધારશે.

- જો તમે તમારા પુરા પરિવાર સાથે એક જ રૂમમાં રોકાણ કરવાનો આગ્રહ રાખતા હોવ તો જે-તે હોટલનો રૂમ પુરતા પ્રમાણમાં મોટો હોવો જોઇએ. 

- છેલ્લે જ્યારે નક્કિ કરવા જાવ ત્યારે હોટલ વિશેનો રિવ્યુ ખાસ મેળવી લેવો જોઇએ. જેના પરથી થોડો અંદાજ આવે કે હોટલની સર્વિસ કેવી છે.Recent Story

Popular Story