VIDEO: સાધુ-સંતો સાથે અમિત શાહ અને વિજય રૂપાણી કરશે ચુંટણીનું મહામંથન

By : kavan 01:15 PM, 14 November 2017 | Updated : 01:15 PM, 14 November 2017

ગાંધીનગર: વિધાનસભાની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે જ સાધુ સંતો સરકારથી નારાજ થયા છે. તેમજ સાધુ સંતો તેઓની વિવિધ માંગોને લઈને ભાજપ સામે નારાજગી હતી.

થોડા દિવસ પહેલા જુનાગઢ ખાતે ભરતીબાપુના અધ્યક્ષ તેમજ સાધુ સંતો એકઠા થયા હતા. આ વાતની જાણ અમિત શાહને થતા અમિત શાહ એ ભરતીબાપુને મળવા માટે cm  ઓફિસે આવવાનું નિમંત્રણ આપ્યું હતું.

અમિત શાહ તેમજ વિજય રૂપાણીનું નિમંત્રણ મળતા સાધુ સંતો પોતાની વાત રજુ કરવા માટે આજે ૨૫ થી ૩૦ જેટલા સાધુ સંતો ગાંધીનગર મળવા જવા રવાના થયા હતાં.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચુંટણી આંગણે આવીને ઉભી છે ત્યારે ગુજરાતની વર્તમાન સરકારથી સાધુ-સંતો નારાજ થતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાધુ-સંતોને મળવા બોલવતા લોકમુખે એવી વાત પણ ચર્ચાઇ રહી છે કે શું આ વખતે સાધુ-સંતો પણ ચુંટણી લડવા માંગે છે..?
Recent Story

Popular Story