જસ્ટિસ લોયાનાં મોત અંગે તપાસ થાય તે જરૂરીઃ રાહુલ ગાંધી

By : admin 11:58 PM, 12 January 2018 | Updated : 11:58 PM, 12 January 2018
સુપ્રિમ કોર્ટનાં 4 જજો દ્વારા ચીફ જસ્ટિસ (સીજેઆઇ) દીપક મિશ્રાનાં વિરૂદ્ધ બગાવતી વર્તન અપનાવ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે,"ચારેય જજોનો આરોપ ઘણો ગંભીર છે. રાહુલે કહ્યું કે જજ લોયા મામલાની તપાસ પણ સાચી રીતે થવી જોઇએ."

એમણે એમ પણ કહ્યું કે,"જે મુદ્દાઓ 4 જજોએ ઉઠાવ્યા તે ઘણાં જ મહત્વનાં છે. એમણે લોકતંત્રનાં ખતરા વિશે પણ વાત કરી કે જેમણે જોયો હશે. જે સવાલ એમને ઉઠાવ્યાં છે તે ઘણાં જરૂરી છે. આને ધ્યાનથી જોવામાં આવે. એમણે વધુમાં એમ પણ કહ્યું કે આ પ્રકારની બાબત પહેલા ક્યારેય નથી થઇ. આ એક અભૂતપૂર્વ મામલો છે."

રાહુલ ગાંધીએ જજ લોયાનાં મોત વિશે પણ વાત કરી. એમણે કહ્યું કે સુપ્રિમ કોર્ટનાં શીર્ષ સ્તર પર જજ લોયાનાં મામલાની તપાસ થવી જોઇએ. કે જે આપણી કાયદેસર સિસ્ટમ છે. કે જેનાં પર અમે વિશ્વાસ કરીએ છીએ. એક ગંભીર વાત પણ નીકળી છે એટલે અમે આ વાત કરી રહ્યાં છીએ.

જસ્ટિસ લોયાનું મોત અને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસઃ
ખૂબ જ ચર્ચામાં રહેલ સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસની સુનાવણી કરવાવાળા સીબીઆઇનાં સ્પેશિયલ જજ બીએચ લોયાનું 1 ડિસેમ્બર, 2014નાં મૃત્યુ થઇ ગયું હતું. લોયાનું મોત નાગપુરમાં થયું હતું. તેઓ પોતાનાં મિત્રની દીકરીનાં લગ્નમાં ગયા હતાં.

હકીકત છે કે સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટરની સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત અન્ય અધિકારીઓનું નામ પણ જોડાયેલ હતું. અમિત શાહને 2010માં સોહરાબુદ્દીનનાં ફર્જી એન્કાઉન્ટરનાં કેસમાં જેલ પણ જવું પડ્યું હતું.Recent Story

Popular Story