સાઉથની ફિલ્મના જાણીતા અભિનેતા જૂનિયર એનટીઆરની તેલૂગુ એકશન ફિલ્મ જય લવ કુશે બે જ દિવસમાં 65 કરોડ જેટલી કમાણી કરી હતી. તાજેતરમાં જ રિલીઝ થયેલી આ ફિલ્મની પહેલા દિવસની કમાણી 49 કરોડ હતી. આગામી બે દિવસોમાં જ ફિલ્મ 100 કરોડની કલબમાં સામેલ થઇ જશે તે ચોક્કસ છે.
ઉલ્લેખનીય છે કે ફિલ્મને મળેલા ખુબ જ સારા પ્રતિસાદને પગલે એનટીઆરે ટ્વિટર પર ટ્વિટ કરી જણાવ્યું હતું કે "જય લવ કુશને મળી રહેલા પ્રતિસાદથી અત્યંત ખૂશ છું. એક અભિનેતા તરીકે મારી આ મોટી જીત છે."
આ ફિલ્મનું દિગ્દર્શન કે એસ રવિન્દ્રએ કર્યુ છે. ફિલ્મમાં જૂનિયર એનટીઆર પહેલીવખત ટ્રિપલ રોલમાં છે. જય લવ અને કુશ એમ ત્રણેય પાત્રોને જૂનિયર એનટીઆર ન્યાય આપી રહ્યો છે. જેમાં જયનો રોલ ખૂબ જ રોમાંચક છે. ફિલ્મની સ્ટોરી ત્રણ ભાઇઓના સંબંધ પર આધારિત છે. આ અગાઉ રિતિક રોશને બોલિવુડ ફિલ્મ ક્રિશ-2માં ટ્રિપલ રોલ કર્યો હતો.
જય લવ કુશ ફિલ્મમાં જૂનિયર એનટીઆર ઉપરાંત નિવેથા થોમસરાશી ખન્ના અને રોનિત રોય મહત્વની ભૂમિકામાં છે અને તમન્ના ભાટિયા મહેમાન ભૂમિકામાં છે. આ ફિલ્મે અમેરિકામાં પહેલા જ દિવસે 3.64 કરોડની કમાણી કરી છે.