નવી દિલ્હી: JIO યૂઝર્સ જિયોફઓનના પ્રી બુકિંગની ખૂબ જ રાહ જોઇ રહ્યા છે પરંતુ ફરીથી આ પ્રી બુકિંગ ક્યારે શરૂ થશે એ માટે કંપની તરફથી કોઇ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ દિલ્હી એનસીઆરના જિયો રિટેલર્સ પ્રમાણે હવે આ ફોનને લોકો પાસે પહોંચતા વધારે સમય લાગશે. એમનું કહેવું છે કે પહેલા જિયો ફોનને સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં લોકો માટે ઉપલબ્ધ કરવાનો હતો પરંતુ હવે એવું થઇ શકશે નહીં.
જિયો ફોનની ડિલિવરી 10 સપ્ટેમ્બર પહેલા આપવી શક્ય નથી. ફોનની ડિલિવરીમાં મોડું થાવાને કારણે ફઓનની વધારે માંગ છે. જિયો ફોનની પ્રી બુકિંગ રિલાયન્સ જિયોએ 24 ઓગસ્ટથી શરૂ કર્યું હતું. પ્રી બુકિંગ શરૂ થયાના બે દિવસની અંદર જ આ ફોનની એટલી ડિમાન્ડ આવી ગઇ કે કંપનીની એનું બુકિંગ વચ્ચે રોકવું પડ્યું.
પ્રી બુકિંગ શરૂ થવા પર રિલાયન્સ જિઓના ફીચર ફોનને 500 રૂપિયા આપીને બુક કરી શકાશે. તો બીજી બાજુ ફોનની ડિલીવરી સમયે 1000 રૂપિયા આપવા પડશે. કંપનીનું કહેવું છે કે આ સિક્યોરિટી મનીને યૂઝર 3 વર્ષ બાદ પાછા કરવામાં આવશે. એના માટે એક શરત રાખી છે કે 1500 રૂપિયા પાછા લેવા માટે ફોનને પાછો આપવો પડશે.