સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ મામલે જિગ્નેશ મેવાણીએ ઉચ્ચારી ચીમકી

By : kavan 10:42 PM, 10 February 2018 | Updated : 10:42 PM, 10 February 2018
પાલનપુર સિવિલ હોસ્પિટલનું ખાનગી કરણ મામલે સિવિલ બચાવો અભિયાન શરૂ કરાયું છે.જે અનુસંધાને આજે એક સભાનું આયોજન કરાયું હતું જેમાં વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ઉપસ્થિત રહ્યા હતા.અને સરકાર સામે પ્રહારો કર્યા હતા.

મેવાણીએ ચીમકી ઉચ્ચારી હતી કે મફતમાં સારવાર મેળવતા લાખો દર્દીઓના પેટ પર લાત મારવાના મનસૂબા સાકાર થવા નહીં દઈએ.અને જો સિવિલનું ખાનગીકરણ થતું નહીં અટકે તો આગામી સમયમાં પાલનપુર કંડલા નેશનલ હાઈવે પર ચક્કાજામ કરવામાં આવશે.

મહત્વનું છે કે પાલનપુરની 700 બેડની સુવિધા ધરાવતી સિવિલને બનાસ ડેરીના ગલબાભાઈ ટ્રસ્ટને સોંપવાની તજવીજ હાથ ધરવાની વાતો બહાર આવી છે.જેના કારણે સ્થાનિકોમાં પણ વિરોધના સૂરો ઉઠવા પામ્યા હતા. Recent Story

Popular Story