જાણો આ કારણોસર જગજીત સિંઘે છોડી હતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી

By : Janki 06:15 PM, 08 February 2018 | Updated : 06:15 PM, 08 February 2018
જ્યારે તમને પ્રથમ વખત પ્રેમ થયો હતો ત્યારે એ તમારા હૃદયની અવાજ બન્યો હશે. જ્યારે તમારું હૃદય પહેલી વખત તૂટ્યું હતું ત્યારે તેમના અવાજથી તમારું હૃદય સંભ્ળ્યું હશે. જ્યારે તમે લાંબા પ્રવાસ પર ગયા હશો ત્યારે તેમનો અવાજ તમારી સાથે રહ્યો હશે. પ્રસિદ્ધ ગઝલ ગાયક જગજીતસિંહના આ મખમલ અવાજને કૌણ ભૂલી શકે. દરેક વ્યક્તિ તેમના અવાજના જાદુથી પરિચિત છે.

ઘણી ભારતીય ભાષાઓની કારકીર્દિમાં એક સીમાચિહ્ન સાબિત થયેલા જગજિત સિંહનો જન્મ 8 ફેબ્રુઆરી, 1941ના રોજ થયો હતો. 10 ઑક્ટોબર, 2011ના રોજ, જગજિત સિંહે આ જગત છોડી દીધું હતું. ભલે જગજીત સિંહ આપણા સાથે આજે હાજર ન હોય, તેમ છતાં તેમની ગઝલો લોકોના મનમાં હજુ પણ તાજા છે.

2003માં હિન્દી, ઉર્દૂ, પંજાબી, ભોજપુરી સહિતના ઘણા ગીતો ગાવા માટે જગજિત સિંહને ભારત સરકારના સર્વોચ્ચ નાગરિક સન્માનથી પદ્મભૂષણ આપવામાં આવ્યું હતું.તેમણે ફિલ્મ જગતમાં ખૂબ જ ટૂંક સમયમાં ગુડબાય કઈ દીધું હતું. આનું કારણ એ છે કે જ્યારે તેઓ ફિલ્મ વિશ્વ માટે સંગીત બનાવતા હતા ત્યારે નિર્માતાના નાણાંનો ઉપયોગ કરવામાં આવતો હતો. સૌથી મહત્વનું એ હતું કે તેમને સંગીત ગમવું જોઈએ. આ પછી દિગ્દર્શકને ખુશ કરવા પડે. ત્યાર બાદ, ફિલ્મના સીન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. તેને અનુરૂપ સંગાત હોવું જોઈએ. 

આટલું કર્યાં પછી હિરો અને હિરોઈનને ખુશ કરવા પડે, જે સૌથી મુશ્કેલ કામ છે. જો અગર તે ડાન્સ નંબર હોય તો તે નૃત્યની જેમ ગીત ગાવું પડે.

તેઓ માનતા હતા ફિલ્મ જગતમાં કોઈ સ્વતંત્રતા નથી. ત્યાં એક સંપૂર્ણ ટીમ છે જેમને સેટિસફાઈ કરીને ચાલવું જરૂર છે. જે આલ્બમ તેઓ બનાવતા હતા તે ખુબ શ્રેષ્ઠ હતા કારણ કે તે સંગીત પોતાને ખુશ કરવા બનાવવામાં આવતું હતું. એટલે જ્યારે તે ખુશ બોય ત્યારે બીજા પણ ખુશ થાય. એટલે તેઓ જેવા છે તેવા હંમેશા  રહેશે.Recent Story

Popular Story