ચિઠ્ઠીના કોઇ સંદેશ જાને વો કૌનસા દેશ...ફેઇમ ગઝલ સમ્રાટ જગજિત સિંહની આજે પુણ્યતિથી

By : kavan 04:01 PM, 10 October 2017 | Updated : 06:05 PM, 10 October 2017

ભારતીય ગઝલ સંગીતનું ઝાઝરમાન વ્યક્તિત્વ એટલે ગઝલ સમ્રાટ જગજિત સિંહનું નાં અચુક યાદ આવે.

સુફી સંગીત જગતમાં તેમનો દબદબો રહ્યો છે. તેમણે પોતાના અવાજ થકી ભારતીય અને બિનભારતીય અસંખ્ય લોકોના દિલ જીતી લીધા છે. તેમના આ પ્રદાનને તેમના ચાહકો ક્યારેય નહીં ભુલી શકે.

જગજિત સિંહનો જન્મ રાજસ્થાનના બિકાનેરમાં થયો હતો. તેમનું જન્મસમયે નામ જગજીવન સિંહ હતું પરંતુ થોડા સમય બાદ તેમણે તે નામને બદલે જગજિત સિંહ કરી નાંખ્યુ હતું. તેઓએ એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો હતો પરંતુ તેમનું મન સંગીત તરફ આકર્ષાયેલુ હતુ. તેમણે પોતાની કારકીર્દીની શરૂઆત ઓલ ઇંન્ડીયા રેડીયો જલંધરમાં તેમણે સિંગર અને મ્યુઝિક ડાયરેક્ટર તરીકે કામ કર્યુ હતુ.

જગજિત પિતાની પરવાનગી વિના ફિલ્મ જોવા જતાં, નાની બહેનના લગ્ન સમયે આવેલ એક મહિલા મંડળી સાથે બેસી તેમણે પહેલીવાર જાહેર કાર્યક્રમ રજુ કર્યો હતો. તેઓ જો સંગીતકાર ના બની શક્યા હોતતો ધોબી હોત તેવુ તેમણે એક ઇંટરવ્યુમા જણાંવ્યુ હતુ. 1965માં તેઓ મુંબઇ ગયા અને સંગીતની દુનીયામાં સંઘર્ષ શરૂ કર્યો હતો. 1969માં તેમને ચિત્રા દત્ત સાથે લગ્ન કર્યા અને તેમને વિવેક નામે એક દિકરો હતો.

1976માં જગજિત સિંહ અને ચિત્રાનો પ્રથમ મ્યુઝિક આલ્બમ લોંચ થયો હતો. 18 વર્ષની નાની ઉંમરે દિકરા વિવેકનું એક કાર અક્સમાતમાં અવસાન થતા જગજિત અને ચિત્રા પડી ભાંગ્યા હતા. આ ઘટનાથી ચિત્રાએ સંગીત જગત સાથે છેડો ફાડી દીધો.તેમણે ગાવાનું બંધ કરી દીધુ.

2003માં ભારત સરકારે ગઝલ સમ્રાટ જગજિત સિંહેને પદ્મભુષણથી નવાજી હતી. તેમના કંઠે ગવાયેલ " હોઠે સે છુ લો તુમ મેરા ગીત અમર કરદો" "હોંશ વાલો કો ખબર ક્યા બેખુદી ક્યા ચીઝ હે" "વો કાગઝ કી કસ્તી વો બારીસ કા પાની " જેવી અનેક રચનાઓ ઓજે પણ લોકમુખે વાગોળાય છે. તેમનું નિધન 10 ઓક્ટોબર 2011 ના રોજ થતા કેટલાય ચાહકો તેમના અવાજ વગર અધુરા થઇ ગયા હતા.
Recent Story

Popular Story