રાજકોટઃ લિમિટેડ ઓવર ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાની બહાર ચાલી રહેલા ઘરેલૂ મેચમાં કમાલ કરી છે. જાડેજાએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશનના ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ટૂર્નામેન્ટમાં 1 ઓવરમાં સતત 6 છક્કા લગાવવાનો ઇતિહાસ સર્જી દીધો છે.
જાડેજાએ શુક્રવારે ટી-20 ટૂર્નામેન્ટના પહેલા દિવસે જામનગર તરફથી રમતા અમરેલી વિરૂધ્ધ એક ઓવરમાં 6 છક્કા ઉડાવ્યા. 29 વર્ષના જાડેજાએ ઓફ સ્પિન બોલર નીલમ વામજાએ ઓવરમાં આ કમાલ કરી દીધી. જાડેજા દ્વારા બનાવવામાં આવેલ 69 બોલમાં 154 રનોના જોરે જામનગરના અમરેલી પર 121 રનોથી જીત દાખલ કરી છે.
19મી ઓવરમાં રન આઉટ થયા પહેલા જાડેજાએ 15 ફોર અને 10 છક્કા લગાવ્યા. તેમની સદીની ઇનિંગ્સના જોરે જામનગરના છ વિકેટના નુકસાને 239 રન બનાવ્યા હતા. આ જીતથી જામનગરને 4 પોઇન્ટ મળ્યા છે. આ ટૂર્નામેન્ટમાં 16 ટીમો ભાગ લઇ રહી છે. જેને ચાર ગ્રુપમાં વહેચી દેવામાં આવ્યા છે. જામનગરની આગલી મેચ શનિવારે બોટાદ રમાશે.