સપ્ટેમ્બરમાં ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારીનાં દરમાં થયો ઘટાડો

By : krutarth 07:05 PM, 12 October 2017 | Updated : 07:05 PM, 12 October 2017

નવી દિલ્હી : સપ્ટેમ્બરમાં રિટેલ મોંઘવારી દર ઓગષ્ટનાં 3.36 ટકાથી ઘટીને 3.28 ટકા રહ્યો છે. મહિના દર મહિનેનાં આધાર પર સપ્ટેમ્બરમાં ખાદ્ય મોંઘવારી દર 1.52 ટકાથી ઘટીને 1.25 ટકા પર આવી ચુક્યું છે. સપ્ટેમ્બરમાં ગ્રામીણ વિસ્તારોનાં મોંઘવારી દરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. 

મહિના દર મહિનેનાં આધારે સપ્ટેમ્બરમાં ગ્રામણી વિસ્તારોનો મોંઘવારી દર 3.22 ટકાથી ઘટીને 3.15 ટકા પર જોવા મળી રહ્યો છે. જો કે સપ્ટેમ્બરમાં શહેરી વિસ્તારમાં મોંઘવારી વધી હોવાનું સામે આવ્યું છે. સપ્ટેમ્બરમાં શહેરી વિસ્તારોમાં ઓગષ્ટનાં 3.35 ટકાથી વધીને 3.44 ટકા પર રહી છે. loading...

Recent Story

Popular Story