VIDEO:દિવ્યાંગ ફેનને મળવા માટે વિરાટ કોહલીએ તોડ્યો સિક્યોરિટી પ્રોટોકોલ

By : juhiparikh 11:47 AM, 23 November 2017 | Updated : 11:47 AM, 23 November 2017

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ગ્રાઉન્ડ પર ગમે એટલો એગ્રરી રહેતો પણ ગ્રાઉન્ડની બહાર તે હંમેશા કૂલ જ હોય છે, તાજેતરમાં જ એક એવો કિસ્સો જોવા મળ્યો. વિરાટે દિવ્યાંગ ફેનને મળવા માટે સિક્યોરિટી પ્રોટોકલ તોડ્યો હતો. કોહલી અને એના આ ફેનની વચ્ચેના ફોટોઝ અને વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. વીડિયો ક્લિપમાં દિવ્યાંગ ફેન ખુરશી પર ગ્રાઉન્ડમાં બેઠો છે, અને તેની આસપાસ કેટલાક લોકો ઉભા છે. ત્યારે અચાનક ત્યાં કોહલી બેસે છે અને તેના હાલચાલ પૂછીને તેની સાથે વાતો કરીને ફોટો ક્લિક કરે છે. આ ઘટના કોલકાત્તાના ઇડન ગાર્ડન્સની છે, જ્યાં શ્રીલંકાની સાથે ભારતીય ટીમની પહેલી મેચ ડ્રો થઇ હતી.

Watch Video Here

આ પહેલી વખત નથી કે વિરાટ કોહલી પોતાના ફેનને મળવા માટે સિક્યોરિટી પ્રોટોકોલ તોડ્યો. ઓક્ટોબરમાં પણ એક એવો વીડિયો વાયરલ થયો જેમાં તે વ્હીલ ચેર પર બેઠેલા કેટલાક બાળકોની સાથે વાતચીત કરી રહ્યો છે. આ મામલો ન્યૂઝીલેન્ડની સાથે ભારતની વનડે મેચ પછીનો હતો. કેપ્ટન કોહલીને આ બાળકોએ ગ્રીટિંગ કાર્ડ અને ડ્રાઇંગ પણ આપ્યા હતા, તો કોહલીએ તેમને ઓટોગ્રાફ આપી તેમની સાથે સેલ્ફી લીધી હતી.

Watch Video Here

@imVkohli King on and off the field👑 pic.twitter.com/8eycrXgYfE

— Naveen Samy (@ImNsamy) November 8, 2017



loading...

Recent Story

Popular Story