ભારતીય ક્રિકેટર્સને એક મોટી ગિફ્ટ મળી શકે છે અને ટીમ ઇન્ડિયાના ટૉપ ક્રિકેટરો સિવાય ઘરેલૂ ક્રિકેટમાં રમી રહેલા પ્લેયર્સની સેલેરીમાં વધારો થવાની આશા છે. સુપ્રીમ કોર્ટની તરફથી નિયુક્ત કરેલી કમિટી ઑફ એડમિનેસ્ટ્રેટર્સ (COA) નવા ફોર્મ્યૂલા પર કામ કરી રહી છેજે પછી ક્રિકેટરોની સેલેરીમાં ઘણો ફાયદો થશે. COA 180 કરોડના હાલના કૉર્પસમાં 200 કરોડ રૂપિયા વધારે જોડવા પર વિચાર કરી રહી છે.
COA સાથે જોડાયેલા સૂત્રોનુસારસ કમિટી સીનિયર અને જૂનિયર ટીમને પોતાના ભાગનો હિસ્સો આપી શકે તે માટે વાત કરી રહી છે. આશા છે કે આગામી સત્રમાં ક્રિકટેરોનો તેનો ફાયદો મળી શકે. કમિટી પોતાનો રિપોર્ટ BCCIના જનરલ બોર્ડને સોંપશે.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને હેડ કોચ રવિ શાસ્ત્રીની સેલરી વધારવાની પણ વાત કરવામાં આવી હતી. આજના ફોર્મ્યૂલા હેઠળ BCCI વાર્ષિક રેવેન્યૂનો 26% ભાગ 3 ભાગમાં વહેંચશે. જેમાં 13% રેવેન્યૂ ઇન્ટરનેશનલ પ્લેયર્સને 10.6% ડોમેસ્ટિક ક્રિકેટર્સને અને બાકીનો ભાગ મહિલા અને જૂનિયર પ્લેયર્સને આપવામાં આવશે. ક્રિકેટરોની અલગ-અલગ કેટેગરીનો ભાગ બદલી શકાશે.
નવા ફોર્મ્યૂલા લાગૂ થયાનો મતલબ એમ છે કે વિરાટ કોહલી જેવા પ્લેયરને હવે BCCI તરફથી વર્ષમાં 10 કરોડ રૂપિયાથી વધારે મળી શકે છે. વિરાટ વર્ષ 2017માં 46 મેચો માટે 5.51 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સિવાય વિરાટ કોહવી IPL અને એડથી પણ વધારે રૂપિયાની કમાણી કરી શકે છે. આ રીતે એક રણજી ક્રિકેટર વાર્ષિક 12-15 લાખ રૂપિયાની કમાણી કરે છેનવા ફોર્મ્યૂલા પછી 30 લાખ સુધીની સેલેરી મેળવી શકે છે.
COAથી જોડાયેલા એક સૂત્રોનુસારસીનિયર ક્રિકેટરોની સેલરી 100% વધી શકે છે અને ડોમેસ્ટિક ક્રિકેટરોની પણ વધી શકે છે. સૂત્રોનુસારપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને સોમવારે BCCIના SGMમાં ડોમેસ્ટિક ક્રિકેટરોની સેલેરી વધારવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ગાંગુલીએ સાથે જણાવ્યુ કેડોમેસ્ટિક ક્રિકેટરોની સેલરી વધારવી કેટલી જરૂરી છે. હાલમાં ધરેલૂ ક્રિકેટરને એક મેચ માટે રાજ્ય કિક્રેટ સંધથી 10000 રૂપિયા મળે છે જે બમણા થઇ શકે છે.