જામનગરમાં તૈયાર થઇ રહ્યો છે રવિન્દ્ર જાડેજાનો 'ક્રિકેટ બંગલો', શૅર કર્યો ફોટો

By : juhiparikh 03:40 PM, 20 December 2017 | Updated : 03:40 PM, 20 December 2017

ટીમ ઇન્ડિયાના શાનદાર સ્પિનર રવિન્દ્ર જાડેજા હાલમાં તો ટીમની બહાર ચાલી રહ્યો છે અને પોતાના ઘર પર જ આરામ કરી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર તે સતત એક્ટિવ રહેતો હોય છે. જાડેજાએ તાજેતરમાં જ પોતાના બંગલાની ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કરતા કેપ્શન લખ્યુ છે કે, 'ટૂંક સમયમાં તેનું ઘર તૈયાર થવા જઇ રહ્યુ છે'. ગુજરાતના જામનગરમાં રવિન્દ્ર જાડેજામાં તે ઘર બનાવી રહ્યો છે. રવિન્દ્ર જાડેજાએ પોતાના ઘરનું નામ 'ક્રિકેટ બંગલા' રાખ્યુ છે. ઘરના ગેટની બહાર ઉભેલા જાડેજાએ ફોટો ક્લિક કરાવી હતી, તેઓ ટૂંક સમયમાં આ ઘરમાં શિફ્ટ થઇ જશે.


એક જ ઑવરમાં ફટકાર્યા હતા 6 છગ્ગા:

ઓલરાઉન્ડ રવિન્દ્ર જાડેજાએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના ઇન્ટર ડિસ્ટ્રિક્ટ T-20 ટૂર્નામેન્ટની એક મેચમાં 6 બૉલમાં 6 સિક્સર્સ લગાવી હતી. રાજકોટમાં રમાયેલી આ મેચમાં જાડેજાએ જામનગરની તરફથી રમતા અમરેલીની વિરુદ્ઘ 69 બૉલમાં 154 રનની શાનદાર ઇનિંગ રમી. રવિન્દ્ર જાડેજાની ટીમને 121 રનથી જીત મેળવી. રવિન્દ્ર જાડેજાએ 15મી ઑવરમાં 6 બૉલમાં 6 સિક્સર્સ ફટાકારી હતી.

હાલમાં રવિન્દ્ર જાડેજા વનડે અને T-20 ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે પરંતુ તેના ટેસ્ટ ક્રિકેટના ફોર્મને ધ્યાનમાં રાખીને સાઉથ આફ્રિકાના પ્રવાસ પરની 3 ટેસ્ટ મેચની સીરિઝમાં ટીમ ઇન્ડિયામાં જગ્યા આપવામાં આવી છે.




Recent Story

Popular Story