ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજી T-20 મેચ ગુવાહાટીના બારસ્પરા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી ભારતને પ્રથમ બેટિંગ સોંપી પોતે બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ T-20માં સતત બીજી જીતની આશા સાથે મેદાનમાં ઉતરેલ ભારત 20 ઓવરમાં 118 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું છે. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટ ગુમાવી 15.3 ઓવરમાં જીત પ્રાપ્ત કરી લીધી
ઉલ્લેખનીય છે કે ટી-20 શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલીયાએ પ્રથમ બેટીંગ કરી 18.4 ઓવરમાં 118 રન બનાવ્યા હતા. ત્યારબાદ વરસાદ શરૂ થતા ભારતને ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે 6 ઓવરમાં 48 રનનો પડકાર આપવામાં આવ્યો હતો. ભારતે આ પડકાર જીલી માત્ર 5.3 ઓવરમાં 49 રન બનાવી શાનદાર જીત મેળવી હતી.
મહત્વની વાત એ છે કે હાલમાં ભારતીય ટીમ છેલ્લી સાત મેચથી સતત ટી-20માં જીત મેળવી રહી છે. તો આજે પણ ભારત જીતની લહેર યથાવત રાખવાની કોશિસ કરવા મેદાને ઉતરી છે.
ટીમ ઇન્ડીયા ઓસ્ટ્રેલિયા સામે સતત સાતમી જીત મેળવવાની કોશિશ કરી હતી જેમાં ભારતને સફળતા મળી છે. જ્યારે ઓસ્ટ્રેલિયા સતત પાંચ વર્ષથી ભારત સામે ટી-20માં ચાલી રહેલા પરાજયને રોકવાની મહેનત કરવા ઉતર્યું પરંતુ વરસાદના વિઘ્ન બાદ તેને ફરી નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો.