પાકની નાપાક હરકતોને લઇ ગુજરાત બોર્ડર પર વધારાશે સુરક્ષા

By : HirenJoshi 09:25 AM, 11 September 2017 | Updated : 09:25 AM, 11 September 2017
કચ્છઃ ગુજરાત બોર્ડર પર પાકિસ્તાનની નાપાક હરકતો વચ્ચે આજે કેન્દ્રીય રાજ્યગૃહમંત્રી કચ્છની એક દિવસની મુલાકાતે આવ્યા હતા. વિવિધ કાર્યક્રમમા હાજરી સાથે બી.એસ.એફ સાથે બેઠક યોજી વર્તમાન સ્થિતીની સમીક્ષા સાથે સુરક્ષાને મજબુત કરવા માટે રાજ્યમંત્રીએ ચર્ચા કરી હતી. સાથે દેશની તમામ બોર્ડર પર નાપાક હરકતોનો જવાબ આપવા સૈના સજ્જ હોવાનુ જણાવી આધુનીક સાધનો અને સુવિદ્યાથે દરેક ચોરીને સુરક્ષીત કરાશે.   

પંજાબ સરહદ બાદ હવે ગુજરાત સરહદ પર થોડા સમયથી દેશ વિરૂધ્ધી પ્રવૃતિ કરવાની નાપાક હરકતો થઇ રહી છે. જેમાં ડ્રગ્સ સહિત ધુસણખોરીના પ્રયત્નો થઇ રહ્યા છે. ત્યારે દેશ સહિત ગુજરાતની ચોકી પર હુમલો ન થાય તે સરકારનો ધ્યેય છે.

ત્યારે દેશના જવાનો અને બી.એસ.એફ દરેક હુમલા અને નાપાક હરકતનો જવાબ આપવા માટે સજ્જ હોવાનુ હંસરાજ આહિરે જણાવ્યુ હતુ. ગુજરાત સહિત તમામ સરહદો પર નાપાક હરકતો વધી છે. પરંતુ જવાનો સજ્જ છે. અને અમારો ધ્યેય કોઇ ચોકી પર હુમલો ન થાય તે છે. 

પઠાણકોટ હુમલા પછી દેશની તમામ સરહદો પર સુરક્ષા વધુ સચેત કરી દેવાઇ છે. તો નાપાક હરકતો માટે દરેક સરહદ પર પાકિસ્તાનના પ્રયત્નો ચાલુ છે. ત્યારે કચ્છ આવેલા કેન્દ્રીય રાજ્યગૃહ મંત્રી હંસરાજ આહિરે દેશની તમામ સરહદ આધુનીક સાધનો સાથે સજ્જ કરાશે. અને દેશની તમામ સરહદો પર જવાનો દરેક નાપાક હરકતોનો જવાબ દેવા સજ્જ છે.Recent Story

Popular Story