ભારતમાં મોંઘવારી વધે ત્યારે હંમેશા હંગામો સાંભળ્યો હશે પરંતુ વેનેજુએલામાં એક બોટલ દૂધ માટે લોકો રૂ. 84 હજાર ચૂકવી રહ્યા છે. અહીં એટલી હદે મોંધવારીએ માજા મુકી છે કે કરિયાણુ લેવા દુકાનમાં જાય ત્યારે કોથળામાં ભરી રૂપિયા લઈ જવા પડે છે. આ દેશમાં હાલાત એટલા ખરાબ છે કે એક વખતનું બોજન પણ લેવું મુશ્કેલ બની ગયું છે.
કેમ રૂ. 84 હજારમાં વેંચાઈ રહ્યું છે એક બોટલ દૂધ?
વેનેજુએલાની કેન્દ્રીય બેન્ક પાસે હવે માત્ર 10 અબજ ડોલર જ બચ્યા છે. બેંકનો ખજાનો દેવુ ચુકવવામાં જ ખતમ થઈ ગયો. હજુ પુરૂ દેવું ખતમ નથી થઈ શકતું. તેને હજુ રશિયા જાપાન ચીન જેવા દેશનું દેવુ ચુકવવાનું બાકી છે.
4000 ટકા વધી ગઈ મોંઘવારી
ભારતમાં 3 ટકા મોંઘવારી વધતા આટલો મોટો હંગામો થઈ ગયો છે જ્યારે વેનેજુએલામાં તો 4000 ટકા મોંઘવારી વધી ગઈ છે. તો વિચાર કરો કે આ દેશની હાલત કેટલી ખરાબ હશે.
7 લાખ રૂપિયા હોય તો.. એક મહિનાનું ગુજરાન થઈ શકે
જો કોઈ નાગરિકે એક મહિનાનું રાશન ભરવું હોય તો લગભગ 7 લાખ રૂપિયા ખર્ચ કરવો પડે. આ દેશમાં ભુખમરાથી પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે ઠેર-ઠેર હિંસક પ્રદર્શન શરૂ થઈ ગયા છે.
એક ડઝન ઈંડાની કિંમત 12 હજાર રૂપિયા
વેનેજુએલામાં રોજની જરૂરિયાતના સામાન આપૂર્તિ નથી થઈ શકતી. જેના કારણે રોજની જરૂરિયાતના સામાનની કાલા બજારી થઈ રહી છે. જેની પાસે રૂપિયા છે તે લોકો જ વસ્તુઓ ખરીદી શકે છે. એક ન્યુઝ પેપરના રિપોર્ટ અનુસાર બ્લેક માર્કેટમાં એક ડઝન ઈંડાની કિંમત 150 ડોલર છે. મતલબ કે ભારતના રિયા પ્રમાણે રૂ. 12000 થાય. જો એક કિલો લોટ જોઈતો હોય તો રૂ. 617 ચૂકવવા પડે છે.