સોમાલિયાની રાજધાની મોગાદિશૂની એક પ્રસિદ્ધ હોટલ બહાર ભીષણ આત્મઘાતી હુમલો થયો. આ હુમલામાં 23 લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે 30 લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. શનિવાર રાતે થયેલા આ હુમલાની જવાબદારી ઇસ્લામિક ગ્રુપ અલ શબાબે લીધી છે.
તમને જણાવી દઇએ કે શનિવારે મોગાદિશૂની ચર્ચિત હોટલની પાસે કારમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો આ બ્લાસ્ટના 20 મિનીટ બાદ જૂની સંસદ ભવનની પાસે બીજો એક બ્લાસ્ટ થયો બે સપ્તાહ પહેલા પણ મોગાદિશૂમાં એક મોટો બ્લાસ્ટ થયો હતો. જેમાં આશરે 350 લોકો માર્યા ગયા હતા.
કેપ્ટન મોહમ્મદ હુસેનએ જણાવ્યું કે અમારી સેનાએ રવિવારે સવારે નાસા હબદોલ હોટલ પર કબ્જો કરી લીધો અને 3 હુમલાખોરોનો ઠાર કર્યો. એમણે જણાવ્યું કે અમારી સેનાએ બે હુમલાખોરોને જીવતા પકડ્યા છે.