VIDEO: 'બાપુ' પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાંથી લડશે ચૂંટણી? મહેન્દ્રસિંહે કર્યો ખુલાસો

By : KiranMehta 10:16 PM, 17 November 2017 | Updated : 10:20 PM, 17 November 2017
શંકરસિંહ વાધેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાધેલાએ આગામી વિધાનસભાની ચૂંટણી વિશે નિવેદન આપ્યુ છે કે, ભાજપ સાથે મારી કોઈ વાત થઈ નથી. અને બાપુ જે નિર્ણય લેશે તેમની સાથે હુ સંમત થઈશ. આ ઉપરાંત તેમણે કહ્યુ કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અથવા જનવિકલ્પમાંથી કઈ પાર્ટી થી લડીશ તે માટે બાપુ સાથે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે.. અને બીજા તબક્માંકા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા આ નિર્ણય લેવામાં આવશે.. મહત્વનુ છે કે .ભાજપની ઉમેદવાર યાદીમાં મહેદ્રસિંહ વાઘેલાનું નામ નક્કી કરવામાં આવ્યુ હોય તેવી માહિતી સુત્રો તરફથી મળી રહી છે.. ત્યારે હવે આ મામલે મહેદ્રશસહે નિવેદન આપ્યુ છે. 

  • શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાનું નિવેદન
  • બાપુના નિર્ણય સાથે સંમત થઈશ: મહેન્દ્રસિંહ
  • ભાજપ સાથે મારે કોઈ વાત નથી થઈ: મહેન્દ્રસિંહ
  • બાપુ સાથે ચર્ચા બાદ ભાજપ કે જન વિકલ્પ પર વિચાર: મહેન્દ્રસિંહ 
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ પહેલા નિર્ણય લઈશ: મહેન્દ્રસિંહ

ઉલ્લેખનીય છે કે, શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. ભાજપની ઉમેદવાર યાદીમાં મહેન્દ્રસિંહ વાઘેલાનું નામ નક્કી કરવામાં આવ્યુ હોવાનું સુત્રો તરફથી જાણવા મળે છે. બાયડ વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય પદેથી મહેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યુ હતુ. મહત્વનું છે કે 20 નવેમ્બર સુધી મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે. 
Recent Story

Popular Story