જલ્દી કરો..! Xiaomi Redmi મોબાઇલ થયો સસ્તો, કિંમત જાણીને થશે આશ્ચર્ય

By : kavan 03:42 PM, 14 November 2017 | Updated : 03:52 PM, 14 November 2017
જાણીતી મોબાઇલ કંપની Redmi એ પોતાના તાજેતરમાં લોંચ કરેલા Note 4 સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કરતા મોટા પ્રમાણમાં લોકો આ મોબાઇલની ખરીદી કરવા તુટી પડ્યા હતા. જો કે આ મોબાઇલ કંપનીની એપ પર મેળવી શકાય છે. અને જાણીતી સોશ્યલ શોપીંગ વેબસાઇટ પર પણ મળવા પાત્ર છે. 

ઉલ્લેખનીય છે કે કંપનીના હેડ મનુ કુમાર જૈને જાણીતી સોશ્યલ વેબસાઇટ ટ્વિટર પર જાણકારી આપતા જણાંવ્યુ હતુ કે Redmi Note 4 ની કિંમતમાં આશરે 1000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રેડમી દ્વારા શરૂઆતથી જ અન્ય મોબાઇલ ફોનની સરખામણીએ જરા જુદા અને સસ્તા અને વધારે સુવિધા ધરાવતા સ્માર્ટફોન ગ્રાહકોને આપવામાં આવતા હોવાને કારણે મોટી સંખ્યામાં આ કંપનીના મોબાઇલ લોકો ખરીદતા લાગતા કયારેક તો મોટું Waiting list પણ જોવા મળતું હતુ.  
 
આપને જણાવી દઇએ કે  શરૂઆતમાં આ મોબાઇલની કિંમત 9999 થી શરૂઆત થઇ હતી અને 64 GB અને 4 GB રેમ ધરાવતા ફોનની કિંમત 11999 હતી જે ઘટીને 10999 થવા પામી હતી.

આ સાથે કંપની દ્વારા Exchange ઓફર પણ આપવામાં આવી છે જેમાં જુના મોબાઇલ સામે મોટા પ્રમાણમાં ડિસ્કાઉંટ પણ આપવામાં આવે છે.  Recent Story

Popular Story